દુનિયાની 100 મોસ્ટ પાવરફુલ મહિલા માં 3 ભારતીય મહિલા સામેલ


ફૉર્બસ દ્વારા દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાઓની લિસ્ટ બહાર પાડવામાં આવી છે. જેમાં ભારતીય મહિલાઓને પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. આ લિસ્ટમાં ભારત ની વિત મંત્રી નિર્મલા સીતારમણ એ 34 મુ સ્થાન મેળવ્યું છે. તેમની સાથે જ આ લિસ્ટમાં ભારતની બે અન્ય મહિલાઓ પણ છે. આ લિસ્ટમાં એચ સી એલ કોર્પોરેશનના સીઇઓ અને એચસીએલ ટેક ની વાઇસ ચેરપરસન રોશની નાદાર મલ્હોત્રા 54 મા અને બાયોકોન ની ચેર પર્સન કિરણ મજુમદાર 65 નંબર પર છે.

નિર્મલા સીતારમણ


રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રહી ચૂકેલી નિર્મલા સીતારમણ દેશની પહેલી વિત મંત્રી છે. રાજનીતિ માં આવ્યા પહેલા તે બ્રિટન માં એગ્રિકલચર એન્જીનીઅર એસોસિએશન અને બીબીસી વર્લ્ડ સર્વિસ એસ્થે પણ જોડાઈ ચુકી છે.

રોશની નાડર


એચસીએલ ટેક ની વાઇસ ચેર પર્સન રોશની નાડર અને શિવ નાડર ફાઉન્ડેશનની ટ્રસ્ટી પણ છે. તેમના ફાઉન્ડેશન એજ્યુકેશન માટે ઘણું જ કામ કરે છે.

કિરણ મજુમદાર


સેલ્ફ મેડ મહિલા ના રીતે પોતાની ઓળખ બનાવનારી કિરણ મજુમદાર એ 1978માં દેશની સૌથી મોટી બાયો ટેક કંપની બાયોકોન શરૂ કરી હતી.

પહેલા સ્થાન ઉપર આ રહી મહિલા

ફોર્બ્સ ની આ લિસ્ટમાં જર્મનીની પહેલી મહિલા ચાન્સલર અન્જેલા માર્કેલ પહેલા નંબર પર રહી છે. અત્યારે તેમનો ચોથો કાર્યકાલ ચાલી રહ્યો છે. આ લિસ્ટમાં બીજા નંબર પર યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ની પહેલી મહિલા પ્રેસિડેન્ટ ક્રિસ્ટીન લેગાર્ડ રહી છે.

Post a comment

0 Comments