ઘરે બનાવો બાળકો ની પ્રિય કચ્છી દાબેલી, જાણો બનાવવાની રેસીપી


 • દાબેલી એક ગુજરાતી રેસીપી છે તેને ગુજરાતમાં ખૂબ જ બનાવવામાં આવે છે. ગુજરાતી લોકો દાબેલી ખાવા ખુબ જ પસંદ કરતા હોય છે. તેને સવારના નાસ્તામાં અથવા તો સાંજે ચા સમયે લોકો ખાવાનું પસંદ કરે છે. તેને બનાવવામાં વધુ સમય પણ લાગતો નથી અને ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ દાબેલીની સરસ મજાની રેસિપી. આજે તમે ઘરે બનાવીને ટ્રાય કરી શકો છો તો ચાલો જાણીએ દાબેલી બનાવવાની રેસીપી વિશે.

 • સામગ્રી
 • મોટા આકારના ના ભાવ 8
 • માખણ બે ચમચી
 • સોસ અડધો કપ
 • લીલી ચટણી અડધો કપ
 • મગફળી બે ચમચી
 • સેવ અડધો કપ
 • લીલા ધાણા અડધો કપ
 • દાડમના દાણા અડધો કપ
 • દાબેલી મસાલો ( ૨ નાની ચમચી સૂકા ધાણા એક નાની ચમચી જીરૂ એક લાલ મરચી એક ટુકડો તજનો બે લવિંગ ૩ થી ૪ મરી દાણા)
 • સ્ટફિંગ માટે
 • ચાર બટેકા 2 ટમેટા એક લીલી મરચી થોડું આદુ એક ચમચી માખણ એક મોટી ચમચી તેલ થોડું જીરું થોડી હિંગ ૩ થી ૪ ચમચી ખાંડ એક ચમચી લીંબુ નો રસ અને સ્વાદ અનુસાર નમક
 • બનાવવાની વિધિ

 • દાબેલી બનાવવા માટે સૌથી પહેલા કરેલા બટાકા અને સારી રીતે મિક્સ કરી લો અને ટમેટાને સારી રીતે પીસી લો. લીલી મરચી ને કાપી લો. દાબેલી મસાલો બનાવવા માટે લાલ મરચી ને છોડીને બધા મસાલાને એકસાથે તવા ઉપર સારું એવું ગરમ કરી લો. 
 • ઠંડુ થવા પર આ મસાલાને પીસી લો. માટે એક કડાઈમાં માખણ અને તેલ ગરમ કરો. હવે તેમાં હિંગ અને જીરું નાખીને સારી રીતે ગરમ કરી લો. ત્યારબાદ બારીક કાપેલું આદુ લીલી મરચી અને હળદર પાવડર બધાને મિક્સ કરો અને ગરમ કરો. 
 • હવે છીણવા ટમેટા તેમાં સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં બટેકુ, નમક, લીંબુનો રસ અને દાબેલી મસાલા નાખીને તેમાં ચારથી પાંચ મિનિટ સુધી ચલાવતા રહો. 
 • પાવ ને વચ્ચેથી કાપીને નોનસ્ટીક પેન ઉપર માખણ નાખીને હળવા એવા ભૂરા રંગના થાય ત્યાં સુધી શેકી લો. હવે પાનની વચ્ચે ચમચીથી એક તરફ સોસ તથા બીજી તરફ ચટણી લગાવો. ત્યારબાદ પાવ ની અંદર ચમચીથી સ્ટફિંગ કરેલો મસાલો ભરો અને ઉપરથી મગફળી નાખો. 
 • હવે લીલા ધાણા અને દાડમના દાણા લગાવીને પાવને હળવે થી દબાવો હવે આપણી દાબેલી તૈયાર છે.

Post a comment

0 Comments