માસુમ દીકરાનો છેલ્લો વિડીયો જોઈને માતા વહાવી રહી છે આંસુ તેમના અંતિમ શબ્દો હતા.....


ઇદગાહી ની રહીમન કોલોની નિવાસી ચાર વર્ષીય ફેજુદિન ઘરે જ મજાક મસ્તી કરી રહ્યો હતો. પરિવારના લોકો તેમનો વિડીયો બનાવી રહ્યા હતા તેમને શું ખબર હતી કે આ માસુમ નું હસવું તે છેલ્લો વિડીયો હશે.

ત્યારબાદ તે દીકરા ની માતા ફરહા નાજ અને પિતા અજીજુ દિન ના સાથે વિશ્વ પ્રસિદ્ધ ગુલાબીનગરી ના ત્રિપોલિયા બજાર મા જઈ રહ્યા હતા. અહીં પર ઘાતક માનજો એટલે કે પતંગ નો દોરો અચાનક સડક ઉપર આવી ગયું અને ફૈઝુદિન ની ડોક માં ફસાઈ ગયો. માંજાથી ડોક ત્યાં જ કપાઇ ગઇ અને તે માસુમ દીકરાની રમત ત્યાં જ બંધ થઈ ગઈ. તે માસુમ દીકરો એટલું જ કહી શક્યો કે પપ્પા ગળુ કપાઇ ગયું. આજે પરિવારના લોકો માસુમ દીકરા નો છેલ્લો વિડીયો જોઈને પોતાના આંસુ વહાવી રહ્યા છે.

ચાઈનીઝ દોરાથી ગળુ કપાઇ જતા મોત નો શિકાર થયો. ફૈઝુદિન ના પિતા એ કહ્યું કે દીકરાના મુખમાંથી એ શબ્દ નીકળ્યા કે પપ્પા ગળુ કપાઇ ગયું. ત્યારે જ મેં ગાડી તે જગ્યાએ રોકી દીધી પરંતુ દિકરાની જાન બચી શકી નહીં. તેમણે કહ્યું કે સરકારે લોકોની જિંદગી બચાવવી છે તો બધા જ પ્રકારના દોરા ઉપર રોક લગાવવામાં આવે.

ચાઈનીઝ જ નહીં પણ બીજા દોરાથી પણ ડોક કપાય છે. આજે મારો દીકરો ગયો કાલે કોઈ બીજા દીકરા સાથે પણ આવું થશે. અજીજુદિન એ કહ્યું કે મકરસંક્રાંતિ દાન-પુણ્ય નો તહેવાર છે. બાળકોને મિઠાઈ વહેંચી દો અને વૃદ્ધ લોકોના આશીર્વાદ લો. ઘાતક દોરાથી પતંગ ઉડાવીને કોઈપણ નિ જાન જઈ શકે છે. જો પતંગ ઉડાડવી હોય તો સાદા દોરાનો ઉપયોગ કરવો જોઈએ.

Post a comment

0 Comments