શું તમે જાણો છો ચીન પોલીસ દ્વારા વપરાશમાં લેવામાં આવતા ચશ્માની ખાસ વાત શું છે? હાલમાં તે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે.


આ સમયે ચીની ટેકનોલોજી ના શેત્ર મા પછી મા ખુબ જ વિકસિત દેશોમાં જેવા કે અમેરિકા જર્મની અને બ્રિટન ફ્રાંસ થી પણ આગળ નીકળતું જઈ રહ્યું છે.

ચીન દ્વારા પોતાના પોલીસ ને આપવામાં આવેલ એક હાઇટેક ગોગલ્સ એ પૂરા વિશ્વને ચોંકાવી દીધું છે. કેમકે આ ચશ્મા ખૂબ જ અનોખી ટેકનોલોજીથી બનાવવામાં આવેલ છે એટલા માટે ચીન પોલીસ દ્વારા વપરાશમાં લેવામાં આવતા આ ચશ્મા પૂરી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયા છે.


ચાઈનીઝ પોલીસ દ્વારા વપરાશ મા લેવામા આવતો આ ચશ્માં કોઈ સામાન્ય ચશ્મા નથી પરંતુ ખુબ જ હાઈ ચશ્મા છે.

આ ચશ્મા દ્વારા કોઈપણ સંદિગ્ધ વ્યક્તિ અથવા તો આરોપી વિષે ફક્ત તેમના તરફ જોતા જ તેમની બધી જ જાણકારી પોલીસને મળી જાય છે. જેવી કે આરોપી નું એડ્રેસ અને તે વ્યક્તિનો અપરાધ વગેરે.

ચાઈનીઝ પોલીસ આ હાઈટેક ચશ્મા દ્વારા બધા ઉપર નજર રાખે છે.


એક વેબસાઇટના અનુસાર ચીન એ સુરક્ષા માટે અને પોતાને ત્યાં અપરાધને સંપૂર્ણપણે રોકવા માટે ખૂબ જ મોટી સિસ્ટમ બનાવી છે. એટલા માટે ચીન ની સરકારે પોતાના પોલીસને આ હાઈટેક ટેકનોલોજી સાથે ચશ્મા આપ્યા છે.

આ ચશ્મામાં એક એચડી સર્વિલન્સ કેમેરો લાગેલો છે જે હાઇટેક ફેસ રેકોગ્નાઈઝ ટેકનોલોજીથી લેસ છે અને આ ચશ્મા પોલીસ મુખ્યાલય ની સાથે સાથે ચીનના અપરાધીઓ ડેટા બેન્કથી પણ ઓટોમેટીક જોડાયેલો રહે છે.

આ ચશ્માં પહેર્યા પછી પોલીસ જો કોઈ પણ વ્યક્તિ ની સામે જુએ છે તો તે વ્યક્તિના કોઈ પણ અપરાધ જેવી બધી જાણકારી પોલીસને તરત જ મળી જાય છે.


હમણાં થોડા દિવસ પહેલાં જ આ ટેક્નોલોજીની મદદથી ચાઈનીઝ પોલીસે ભારે ભીડમાં 7 ખૂંખાર અપરાધીઓ ને ઓળખી લીધા હતા અને તેમને પકડી લીધા હતા.

ચાઈનીઝ પોલીસ ની આ હાઈટેક ચશ્મા કમ્પ્યુટર અને અપરાધીઓના ડેટા બેંક સાથે જોડાયેલા હોય છે. તેમાં લાગેલો હાઇડેફીનેશન ફેસ રેકોગ્નાઈઝ કેમેરા જેવાજ સામેવાળા વ્યક્તિ ને જુએ છે તેમના ચહેરાને તે સ્કેન કરી લે છે અને તે ચીનના સેન્ટ્રલ ક્રાઇમ ડેટાબેઝમાંથી આરોપી નો ડેટા મેળવે છે અને તરત જ પોલીસને આપી દે છે.

Post a comment

0 Comments