ચાણક્ય ની આ 9 નીતિઓ બનાવશે તમને પણ સફળ


ચાણક્ય ની નીતિઓ એ ચંદ્રગુપ્ત ને રાજા બનાવવા માં અહમ ભૂમિકા ભજવી હતી અને તેમની વાતો આજે પણ ઘણી ખાસ છે. આજે અમે તમને કહીશું તેમની 9 નીતિઓ વિષે, જે તમને પણ જીવન માં સફળ બનાવવા માં મદદ કરશે.


  • બીજા ની ભૂલોથી શીખવું જોઈએ. પોતાના પર પ્રયોગ કરીને શીખવા માટે જીવન નાનું પડી જશે.
  • હાલાત ને બદલવાના પ્રયાસ કરતા રહેવા જોઈએ. જીવન જે રીતે ચાલી રહ્યું છે, તેને તે રીતે જીવતા ના રહેવું જોઈએ.પ્રગતિ કરતા રહેવું જોઈએ અને આગળ વધવું જોઈએ. જીવન માં કઈ કરી ના શકો તો કઈ નહિ પરંતુ કંઈક કરી દેખાડવાના પ્રયાસ હંમેશા કરતા રહેવા જોઈએ તેજ વિચારધારા તેમને બીજાથી અલગ બનાવે છે.
  • આપણે ભૂતકાળ ને લઈને પરેશાન ના રહેવું જોઈએ અને ભવિષ્યની ચિંતા પણ ના કરવી જોઈએ. વ્યક્તિ ને હંમેશા વર્તમાન માં જીવતું રહેવું જોઈએ.
  • કોઈ પણ કાર્ય ની શરૂવાત કરતા પહેલા પોતાને આ ત્રણ સવાલ જરૂર થી કરો.

1. હું આ શા માટે કરી રહ્યો છું?
2. કાર્ય નું પરિણામ શું હશે?
3. શું મને આ કાર્ય માં સફળતા મળશે?
જો ખુબજ વિચારવા પછી તેમને આ સવાલો ના જવાબ સંતોષકારક મળે તો આગળ વધવું જોઈએ.


  • ડર ને તમારી પાસે ના આવવા દો. જો તે પાસે આવી જાય તો તેમના થી ક્યારેય પણ ડરો નહિ તેમનો સામનો કરો.
  • અસફળતા થી ડરવું ના જોઈએ. એકવાર જયારે તમે કોઈ કામ શરુ કરો છો તો તેને પૂરું કરો. અસફળતા ના ડર થી કામ ને અડધું અધૂરું ના છોડવું જોઈએ.
  • સમાન સ્તર ના લોકો સાથે મિત્રતા કરવીજ સુખદાયક હોય છે.
  • વ્યક્તિ ની સૌથી સારી મિત્ર શિક્ષા છે. એક શિક્ષિત વ્યક્તિ ને બધીજ જગ્યા એ માન સંમ્માન મળે છે.

Post a comment

0 Comments