ચોટીલા વળી માં ચામુંડા નો ઇતિહાસ જાણો - જય માતાજી


મિત્રો આજના અમારા આર્ટિકલ માં વાત કરીશું. ચામુડા માતાજીના મંદિરના ઈતિહાસ વિશે તો અંત સુધી જરૂર વાંચશો. ચોટીલા રાજકોટ થી નજીક આવેલો એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક તરીકે જોઈએ તો આ સ્થળ પાંચાળ તરીકે ઓળખાતો હતો. અહીં ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. ચામુંડા માતાનો શક્તિ તરીકેનો 64 અવતારો પૈકીનો અવતાર છે  ચામુંડા માતાજી ઘણા હિંદુઓના કુળદેવી છે.

માતાજીની કૃપાથી ચોટીલા  સતત પ્રવાસ સ્થળ તરીકે પ્રખ્યાત છે. ચોટીલા ધામનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે. ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતમાં આવેલું છે. ભારતના ઘણા બધા મંદિરો પર્વતના શિખર ઉપર જોવા મળે છે. આ મંદિર સુધી પહોંચવા માટે 635 જેટલા પગથીયા ચઢવા પડે છે.

અમદાવાદ અને રાજકોટ ને જોડતાં નેશનલ હાઇવે નંબર આઠ ઉપર ચોટીલા ગામ આવે છે. અમદાવાદ થી ચોટીલા નું અંતર 190 કિલોમીટર છે તને રાજકોટ થી ચોટીલા નું અંતર 50 કિલોમીટર જેટલો થાય છે. પર્વતની ઉંચાઈ આશરે 1973 ફિટ જેટલી છે.

ચોટીલા માતાજી ચામુંડા માતાજી મંદિરના પર્વત ઘણા વર્ષો જૂનો છે. ભગવદગીતા અનુસાર અહીં ચંડ અને મૂંડ નામના રાક્ષસોનો પહેલાના જમાનામાં ખૂબ જ ત્રાસ હતો. ત્યારે ઋષિમુનિઓએ આધ્યા શક્તિ માં ની પ્રાર્થના કરી ત્યારે આદ્યશક્તિ માં નો પૂજા કરતા હતા ત્યારે હવન માંથી માં સતી પ્રગટ થયા. તેજ માં સતી નું નામ ચામુંડા તરીકે ઓળખાય છે.

એક લોકવાયકા પ્રમાણે ભૃગુઋષિનો આશ્રમ પર્વત પર મોજુદ હતો. ચામુડા માતાજી ને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચામુંડા માતાજી દુર્ગાનું સ્વરૂપ છે. પહેલાના જમાનામાં ઉપર માતાજીનું મંદિર ની જગ્યા એક માતાજીનો ઓરડો હતો. માતાજીના મંદિરમાં ચડવા માટે અહીં પહેલા પગથિયા પણ ન હતા તો પણ લોકો પર્વત પર ચડી માતાજીના દર્શન કરવા જતા હતા.

155 વર્ષ પહેલા મહંતશ્રી ગુલાબગિરિજી બાપુ માતાજીની પૂજા કરતા હતા હાલમાં તેમના વંશ પરંપરાગત અહીં માતાજીની પૂજા-અર્ચના કરે છે. અહીંની પૂજા-અર્ચના જોઈ અને પગથિયા ઉપર જતા ભક્તોને જોઈ ઘણા નાસ્તિક લોકોનું પણ મસ્તક ઝૂકી જાય છે.

અહીં સાંજ ની આરતી પછી તમામ પૂજારીઓ અને ભક્તો નીચે આવી જાય છે. રાત્રે અહીં કોઈ રહેતું નથી. માત્ર નવરાત્રિ સમયે ત્યાં પૂજારી સમય પાંચ લોકોને રહેવાની અનુમતિ મળેલું છે. ચોટીલા ખૂબ જ પ્રખ્યાત કવિ ઝવેરચંદ મેઘાણી નો જન્મ સ્થળ પણ છે.

Post a comment

0 Comments