ઓરિસ્સા ના ભુવનેશ્વર માં અનોખી પહેલ, અડધો કિલો પ્લાસ્ટીક લાવો અને ભોજન મેળવો


ભુવનેશ્વર નગર નિગમ એ થોડાક એનજીઓની સાથે મળીને એક અનોખી પહેલ મિલ ફોર પ્લાસ્ટિક શરૂ કરી છે. આ યોજના રાજ્ય સરકારની આહાર યોજના અંતર્ગત શરૂ કરવામાં આવી છે. BMC આયુક્ત પ્રેમચંદ ચૌધરીએ કહ્યું કે આ એક રીતે પ્લાસ્ટિક જમા કરવાનું અભિયાન છે. જેમાં ભોજનની સુરક્ષા પણ શામેલ છે.


ચૌધરીએ કહ્યું કે એવા ઘણા લોકો છે જે પ્લાસ્ટિક જમા કરતા રહે છે ત્યાં થોડો પ્લાસ્ટિક ફેંકી દે છે. જેનાથી સમસ્યા ઉભી થતી હોય છે. એટલા માટે અમે વિચાર્યું કે એક તીરથી બે નિશાન લગાવવા વિશે વિચાર્યું. હવે કોઇપણ શહેરમાં ૧૧ આહાર કેન્દ્ર માં કોઈપણ કેન્દ્ર ઉપર જઈ શકો છો અને અડધો કિલો પ્લાસ્ટીક ના બદલામાં ભોજન મેળવી શકો છો.


Post a comment

0 Comments