વિરાટ અને અનુષ્કા એ ઈટલી જઈને ચુપચાપ કર્યા હતા લગ્ન બે વર્ષ પછી સામે આવ્યો આખો વેડિંગ આલ્બમ


વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ની ગઈકાલે બીજી વેડિંગ એનિવર્સરી હતી. બંનેએ 11 ડિસેમ્બર 2017 એ ઇટાલીમાં લગ્ન કર્યા હતા. આ ખાસ દિવસ પર વિરાટ અને અનુષ્કા એ સોશિયલ મીડિયા પોસ્ટ ના દ્વારા એકબીજાની પર પ્રેમ વરસાવ્યો હતો. અનુષ્કાએ પોતાના લગ્નની એક તસવીર પોસ્ટ કરી વિરાટ ને ખાસ મેસેજ લખ્યો હતો. વિરાટ એ પણ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક ફોટો પોસ્ટ કર્યો છે.


અનુષ્કાએ લગ્નની બ્લેક એન્ડ વાઈટ ફોટો શેર કરતા લખ્યું પ્રેમ ફક્ત એક અહેસાસ નથી. તે એક અહેસાસથી પણ વધુ છે. હું ખુશ નસીબ છું કે મને આ પ્રેમ મળ્યો. ત્યાં જ વિરાટે ફોટો પોસ્ટ કર્યો છે તેમાં તે અનુષ્કાના માથા ઉપર ચૂમતા નજર આવી રહ્યા છે.


તેમણે પોસ્ટમાં લખ્યું સાચેજ મારી જિંદગી માં પ્રેમ સિવાય બીજું કંઈ નથી. ભગવાન તમારા ઉપર મહેરબાન થાય છે ત્યારે તે તમને એવું વ્યક્તિ આપે છે જે તમને રોજે એક પ્યારનો અહેસાસ કરાવે છે. એવામાં તમે ફક્ત આભાર વ્યક્ત કરી શકો છો. વિરાટ અને અનુષ્કા ની વેડિંગ એનિવર્સરી પર અમે તમને એક વાર ફરી દેખાડવા જઈ રહ્યા છીએ તેમના લગ્નની થોડી તસવીરો.


પોતાના લગ્નને રોયલ બનાવવા માટે વિરાટ અને અનુષ્કા એ પાણીની જેમ પૈસા વહાવ્યા હતા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઇટલીના મશહૂર પેલેસ Borgo Finocchieto મા લગ્ન કર્યા હતા. આ લગ્ન ઘણા જ ચૂપચાપ રાખવામાં આવ્યા હતા.


અનુષ્કા અને વિરાટ ના આ લગ્નને ઇન્ડિયન ટચ દેવા માટે શરણાઈ, ઢોલ અને ભાંગડા ની વ્યવસ્થા કરવામાં આવી હતી. વેન્યુ થી લઈને અનુષ્કા અને વિરાટ એ કપડા, સગાઈની વીંટી અને રીસેપ્શન માં પણ ઘણા પૈસા ખર્ચ કરીયા હતા. એવામાં આ લગ્ન પણ આલીશાન લગ્નમાં શુંમાર છે.


લગ્નમાં અનુષ્કાએ જે લેંગો પહેર્યો હતો તેમની કિંમત ૪૦ થી ૪૫ લાખ કહેવામાં આવી રહી છે. આ રોયલ લગ્નમાં અનુષ્કાએ થોડાક પસંદગી કરવામાં આવેલા મહેમાનને આમંત્રિત કર્યા હતા. આ લગ્નમાં પરિવારના લોકો અને થોડાક પાસેના સંબંધીઓ સિવાય તેમના ખાસ દોસ્તો પણ શામેલ હતા.


વિરાટે લગ્નના બે રિસેપ્શન આપ્યા હતા. એક દિલ્હીમાં તો બીજું મુંબઈમાં દિલ્હીમાં થયેલા રિસેપ્શનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવ્યા હતા. તેમના સિવાય ઘણી મોટી હસ્તીઓ પહોચી હતી. દિલ્હીમાં રિસેપ્શન તાજ હોટલ આપવામાં આવ્યું હતું.


દિલ્હી વાળા રિસેપ્શનમાં અનુષ્કાએ લાલ રંગની બનારસી સાડી પહેરી હતી. તો વિરાટ એ કાળા રંગની શેરવાની પહેરી હતી. આ રિસેપ્શન ના ચીફ ગૅસ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા હતા. પીએમ મોદીએ નવા જોડા ને એક એક ગુલાબનું ફૂલ આપ્યું હતું જેને જોઈને બંનેના ચહેરા ખીલી ઉઠયા હતા.


વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને બીજું રિસેપ્શન મુંબઈના સેન્ટ રીજીસ હોટલમાં આપ્યું હતું. આ રિસેપ્શનમાં ક્રિકેટથી લઈને બોલિવૂડની મોટી હસ્તીઓ નો જમાવડો લાગેલો હતો. આ રિસેપ્શનમાં સચિન તેંડુલકર પૂર્વ કેપ્ટન એમએસ ધોની મહાનાયક અમિતાભ બચ્ચન અને ઓસ્કર વિજેતા ગીતકાર એ આર રહેમાન પણ પોતાના પરિવારની સાથે રિસેપ્શનમાં શામેલ થયા હતા.


Post a comment

0 Comments