પ્રિયંકા અને નિક ની પહેલી એનિવર્સરી પર નિક એ શેયર કરી ખાસ તસ્વીર અને લખ્યું....


પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ ના લગ્ન ને આજે એક વર્ષ પૂરું થયું છે. આ જોડીએ 1 અને 2, ડિસેમ્બરે ક્રિશ્યન અને હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
આજના દિવસે હિન્દુ વિધી પ્રમાણે લગ્ન કર્યા હતા. પોતાના લગ્નમાં પ્રિયંકાએ લાલ સાડી પહેરી હતી. સાથે સિલ્વર જ્વેલરી પહેરી હતી. આ લગ્ન જોધપુરના ઉમેદ ભવન પેલેસ માં થયા હતા. હાલમાં પ્રિયંકા અને નિક એ લગ્નની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. પ્રિયંકા એક વીડિયો સાથે બે તસવીર શેર કરી છે વીડિયોમાં પ્રિયંકા અને નિક એકબીજાના હાથ પકડીને નજરે આવે છે. જ્યારે તસવીરમાં બંને ફેરા ફરતા નજરે આવે છે આ તસવીરમાં પ્રિયંકાએ નિક માટે એક કેપ્શન પણ લખ્યું છે. પ્રિયંકા કેપ્શન માં લખ્યું છે 'मेरा वादा.. तब, आज और हमेशा.. आप मुझे एक ही पल में खुशी, एक्साइटमेंट, जुनून और बैलेंस.. सब देते हैं.. मुझे ढूंढने के लिए धन्यवाद.. शादी की पहली सालगिरह मुबारक हो।'
નીકે ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રિયંકાની સાથે લગ્નના ફોટો શેર કર્યા છે. જે ક્રિશ્યન વેડિંગ ના છે ફોટાની સાથે નીચે કેપ્શન માં લખ્યું છે. एक साल पहले आज ही के दिन हमने हां कहा था... मैं पूरे दिल से तुम्हें चाहता हूं।'
પ્રિયંકા અને નિકની ક્રિશ્યન વેડિંગમાં 18 ફૂટ ઊંચી કેક બનાવવામાં આવી હતી. તલવારથી કેક કાપતી પ્રિયંકા અને નીક ની તસ્વીર સામે આવી છે. આખા લગ્નમાં આ કેક ચર્ચાનો વિષય બની હતી. નીકે મહેમાનો માટે કુવેત અને દુબઈથી પર્સનલ સેફ બોલાવ્યા હતા.


ક્રિશ્યન વેડિંગ માટે પ્રિયંકાએ એ વાઈટ ગાઉન પહેર્યું હતું. તેને ડિઝાઇનર રાલ્ફ લોરેન એ ડિઝાઇન કર્યું હતું તમને જાણીને હેરાની થશે કે આ ગાઉનમાં 23 લાખ 80 હજાર મોતી લગાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ ને તૈયાર કરવા માટે લગભગ 1826 કલાક લાગ્યા હતા.

Post a comment

0 Comments