2020 માં કોના પર રહેશે શનિ અને રાહુની મહેરબાની જાણીલો આજેજ


વર્ષ 2020નો અંક છે 4, આ અંક રાહુનો અંક છે. આથી સમગ્ર વર્ષ દરમિયાન રાહુનો પ્રભાવ જોઈ શકાશે. વર્ષની શરૂઆત કન્યા લગ્નમાં થશે. આથી આખું વર્ષ મિશ્ર પરિણામ લઈને આવશે. વર્ષની શરૂઆતમાં ચંદ્રમાં કુંભ રાશિમાં હશે અને શનિને મજબુત પ્રભાવ મળશે. 2020માં શનિ અને રાહુ પ્રભાવી લોકો માટે ખુબજ લાભદાયક રહેશે.

આ આખું વર્ષ અચાનક લાભ અપાવશે. વર્ષ 2020માં દેશ અને દુનિયામાં ભારે ઉથલ-પાથલ મચી જશે. આઓ જાણીએ આવતા વર્ષે ક્યા લોકોને સૌથી વધારે લાભ મળશે. જે લોકોની જન્મ તારીખ 04, 13, 22 કે 31 હોય અને જેમની ઉંમર 13,22, 31 કે 40 વર્ષની હશે તેમને વિશેષ લાભની પ્રાપ્તિ થશે.
જેમનો જન્મ જાન્યુઆરી, ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન કે જુલાઈમાં થયો હશે જેમની કર્ક, મકર કે કુંભ રાશિ હશે તેમને ફાયદો મળશે. જેમની કુંડળીમાં શનિ અને રાહુ મજબુત સ્થિતિમાં હશે તેને આવનારા વર્ષ 2020માં ફાયદો થશે.

2020માં આ જાતકોએ રાખવી સાવધાની આવશે મોટી સમસ્યા


જેમની જન્મ તારીખ 08, 17 કે 26 હોય અને જેમની રાશિ મિથુન, તુલાકે મીન હોય 2020માં તેમને મુશ્કેલીઓ આવશે. જેમની કુંડળીમાં રાહુ ખરાબ હોય તે લોકો નકામા વાદવિવાદમાં ફસાશે.

આવનારા વર્ષને શુભ બનાવવા કરો આ ઉપાય

એક સ્ટીલનો છલ્લો મધ્યમા આંગળીમાં ધારણ કરો. નિયમિત રૂપે શિવજીની આરાધના કરો. આખુ વર્ષ કુતરાને રોટલી બ્રેડ કે બિસ્કીટ ખવડાવો. મહીનામાં એક વખત ભગવાન ભૈરવજીના દર્શન જરૂર કરો. આ વર્ષે લાભ લેવા આસમાની, બ્લુ કે કેસરી કપડા ધારણ કરો, ભૂરા કે ખાખી રંગના વસ્ત્રોનો પ્રયોગ ઓછામાં ઓછો કરો.

Post a comment

0 Comments