જુઓ રાશિફળ અનુસાર વર્ષ 2020 માં કોની ચમકશે કિસ્મત • નવા વર્ષની શરૂઆતમાં બધાના મનમાં એક પ્રશ્ન જરૂર કહે છે કે, આપણા માટે નવું વર્ષ કેવું રહેશે. શું તમને સફળતા મળશે. શું તમે તમારું લક્ષ્ય મેળવી શકશો. આ બધાના જ સવાલનો જવાબ આપવા માટે આજે અમે લઈને આવ્યા છીએ 2020 નું રાશિફળ. આ રાશિફળમાં તમને બધી જ રાશિ અનુસાર એ કહીશું કે આવનારું વર્ષ તેમના માટે કેવું રહેશે. નોકરી થી લઈને લગ્ન સુધી કેવી રહેશે જાતકોની ચાલ. તો ચાલો જાણીએ રાશિફળમાં.
 • મેષ રાશિ
 • મેષ રાશિના જાતકો માટે આ વર્ષ બધું મિશ્રિત રહેવાનું છે. કાર્યક્ષેત્રમાં બિઝનેસ અને અર્થવ્યવસ્થા દ્રષ્ટિકોણથી આ વર્ષ ઘણું લાભદાયક સાબિત થશે. આ વર્ષે શનિ મકર રાશિમાં ગોચર હોવાના કારણે શનિ 24 જાન્યુઆરી એ તમારા દસમાં ભાગમાં સ્થાપિત થાય છે. વાત કરી આર્થિક સ્થિતિની તો વર્ષમાં મધ્યમાં થોડીક આર્થિક સંકટ થઈ શકે તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિથી આ રાશિના લોકો ને પોતાના પિતા અને સ્વાસ્થ્ય ઉપર ધ્યાન દેવાની જરૂર થશે. તેમના સિવાય આ વર્ષે પારિવારિક જીવનમાં થોડીક અનબન થઈ શકે છે. પરિવારમાં થોડુંક મન અશાંત થઇ શકે છે.
 • વૃષભ રાશી
 • વૃષભ રાશિવાળા લોકો માટે આ વર્ષ થોડું લાભદાયી થશે અને થોડુંક નકારાત્મક પણ. વૃષીક રાશિના જાતકો ના શનિ આ વર્ષે શરૂઆતમાં પૂર્ણ થઇ જશે. આ રાશિવાળા આ વર્ષે અનિષ્ટકારી અષ્ટ માં શનિના પ્રભાવથી સંપૂર્ણપણે મુક્ત થઇ જશે. આ વર્ષે શનિ તમારી રાશિના નવમા ભાગમાં ૨૪ જાન્યુઆરીએ બિરાજમાન થશે. આર્થિક દ્રષ્ટિથી વૃષભ રાશિવાળા જાતકો ને વર્ષે શરૂઆતમાં મધ્યમ રહેશે. આવક ઉતાર-ચડાવ પણ જોવા મળી શકે છે. પરંતુ એપ્રિલથી જુલાઇ ની સમયમર્યાદામાં શુભ રહેશે કેમકે, આ સમયમાં માલવ્ય યોગ બની રહ્યો છે જેમાં જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે. વાત કરીએ સ્વાસ્થ્યની તો આ રાશિના લોકો ને વર્ષની શરૂઆત અને અંત ના સમયમાં સ્વાસ્થ્ય ઉપર ધ્યાન દેવાની જરૂર થઇ શકે છે. આ સમયને છોડીને આખું વર્ષ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ સારું રહેશે.
 • મિથુન રાશિ
 • વર્ષ 2020માં મિથુન રાશિના જાતકો ને ઘણી ભેટ મળી શકે છે પરંતુ નવા વર્ષમાં નવી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વાત કરી આર્થિક સ્થિતિનો તો ધનના કારક ગ્રહ બૃહસ્પતિ એપ્રિલ થી જુલાઈમાં મધ્ય આપના અષ્ટમ ભાવમાં સ્થિત રહેશે. જેમના ચાલતા થોડીક આર્થિક નિર્ણયો માં તમને હાનિ ઉઠાવી પડી શકે છે. પરંતુ વર્ષની શરૂઆત આર્થિક જીવન માટે ખુબ જ સારૂ છે. એટલા માટે મિથુન રાશિના જાતકો નવા વર્ષમાં સ્વાસ્થ્યને લઈને સચેત રહેવાની જરૂર છે. વર્ષના મધ્યમાં તમારી સેહત બગડી શકે છે.
 • કર્ક રાશિ
 • કર્ક રાશિના જાતકો નવા વર્ષમાં થોડી વસ્તુઓ ઉપર ધ્યાન દેવાની જરૂર છે. સૌથી પહેલા ધ્યાન પોતાના સ્વાસ્થ્યને લઈને દેવું પડશે. નવા વર્ષની શરૂઆતથી જ તમારે તમારા ભોજન ઉપર ધ્યાન દેવું પડશે. તેમના સિવાય આર્થિક અને પારિવારિક જીવન ની દ્રષ્ટિથી આ વર્ષ કર્ક રાશિ વાળા લોકો માટે મિશ્રિત રહેશે.
 • સિંહ રાશી
 • સિંહ રાશિવાળા લોકો માટે વર્ષ 2020 ની શરૂઆત ઘણી જ શાનદાર થવા જઈ રહી છે. આર્થિક સ્થિતિ ની દ્રષ્ટિથી પણ 2020 સિંહ રાશિવાળા માટે ખૂબ જ સારું રહે છે. આ વર્ષે લોકોને વિદેશમાં નોકરી મળવાના યોગ બની શકે છે. વર્ષ 2020માં ઓગસ્ટથી લઈને ઓક્ટોબર સુધી લોકોને પોતાની વસ્તુઓ ઉપર વિશેષ ધ્યાન દેવાની જરૂર છે કેમકે આ દરમિયાન ગાડી અથવા કોઈ અન્ય કિંમતી વસ્તુઓ ચોરી થઇ શકે છે તેમજ પારિવારિક જીવન તિથિ નવા વર્ષ રાશિવાળા જાતકો માટે મુશ્કેલીઓ થઇ શકે છે. પરંતુ વર્ષની શરૂઆત સારી રહી છે. નવા વર્ષમાં નવા મહેમાન આવવાના યોગ પણ બની રહ્યો છે.
 • કન્યા રાશિ
 • કન્યા રાશિવાળા માટે 2020 ઘણો જ સારો રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ નવું વર્ષ કન્યા રાશિના જાતકો માટે ઘણું સારું રહેશે. આખુ વર્ષ તમે ખુદ ઉર્જાવાન મહેસૂસ કરશો. આર્થિક સ્થિતિની દ્રષ્ટિથી આ વર્ષ તમારા માટે સારું રહેશે. વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલું રોકાણ લાભદાયક થશે પરંતુ નવા વર્ષમાં સિંહ રાશિવાળા જાતકો ને થોડું ધ્યાન રાખવાની જરૂર થશે કેમ કે પરિવારની મહિલાઓ સાથે અનબન ની સ્થિતિ સર્જાઇ શકે છે. તેમના સિવાય ભાઈ ભાઈમાં વિવાદ થઈ શકે છે.
 • તુલા રાશિ
 • તુલા રાશિના જાતકો પણ સ્વાસ્થ ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂર થશે. કેમકે આ દરમિયાન તેમણે પેટની સમસ્યા થઈ શકે છે. તેમના સિવાય માનસિક રોગની સમસ્યા પણ થઈ શકે છે. તેમજ આર્થીક સ્થિતિ થોડી તુલા રાશિ વાળા લોકો ને વર્ષ મધ્યમ ફળદાયી થશે. પરંતુ જાન્યુઆરીથી એપ્રિલ અને જુલાઈ થી નવેમ્બર નો સમય આર્થિક દ્રષ્ટિકોણથી ઘણું જ ફાયદાકારક રહે છે. તેમના સિવાય પારિવારિક જીવનની દ્રષ્ટિથી પણ વર્ષ ઘણું સારું રહેશે.
 • વૃષીક રાશિ
 • વૃષીક રાશિ ના જાતકો માટે વર્ષની શરૂઆત ઘણી જ સારી રહેશે. પરંતુ વર્ષના મધ્યમાં થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ત્યાં જ વર્ષની શરૂઆતમાં આવક વધવાના યોગ બની રહ્યા છે. પરંતુ વર્ષના મધ્ય સુધી આર્થિક સ્થિતિ થોડી ખરાબ થઈ શકે છે. પરંતુ સપ્ટેમ્બરથી ધીરે ધીરે બધું જ સારું થવા લાગશે. નવા વર્ષમાં પારિવારિક જીવન સુખમય રહેશે. પરંતુ કેતુ ના સપ્ટેમ્બર સુધી ભાવમાં ઉપસ્થિત ક્યારેક-ક્યારેક તણાવ વધારવાનું કાર્ય કરી શકે છે.
 • ધનુ રાશિ
 • ધનુ રાશી વાળા જાતકો માટે વર્ષની શરૂઆત થોડી તણાવ ભરી થઇ શકે છે કેમકે વર્ષની શરૂઆતમાં નોકરી ઉપર ખતરો થઈ શકે છે. પરંતુ પછી બધું જ ઠીક થઈ જશે. આર્થિક સ્થિતિની દ્રષ્ટિથી પણ વર્ષની શરૂઆત થોડીક મુશ્કેલી પૂર્ણ રહેશે. પરંતુ પછીથી સામાન્ય થઇ જશે. પરિવારની જીવનની દ્રષ્ટિથી વર્ષ 2020 તમારા માટે ખૂબ જ શાનદાર રહેશે ઘરમાં સુખ-શાંતિ બની રહેશે. અને તમારે પોતાના પરિવાર નો ભરપૂર પ્રેમ મળશે.
 • મકર રાશિ
 • મકર રાશિવાળા લોકો માટે નવુ વર્ષ ની શરૂઆત ઘણી જ સારી રહેશે. નોકરીના અવસરો મળશે. મકર રાશિના જાતકો ને આ વર્ષે બધા ક્ષેત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂર પડી શકે છે. આર્થિક દ્રષ્ટિ થી આવનારું વર્ષથોડું મિશ્રણ રૂપે રહે છે. તેમના સિવાય પારિવારિક જીવન ની દ્રષ્ટિથી પણ નવું વર્ષ થોડું નિરાશાજનક રહી શકે છે.
 • કુંભ રાશિ
 • કુંભ રાશિવાળા જાતકો માટે વર્ષ 2020માં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન સ્વાસ્થ્ય ઉપર ધ્યાન દેવાની જરૂર રહેશે. જો તમારું બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમારે વિશેષ ધ્યાન દેવાની જરૂર છે. તેમના સિવાય જો તમે નવા વર્ષમાં કોઇ મોટી આર્થિક નિવેશ કરવાનું વિચારી રહ્યા છો તો તેના પહેલા થોડાક લોકોની સલાહ જરૂર લેવી. ઉતાવળમાં કોઈપણ પગલું ભરવું નહીં. પરિવારિક જીવનની દ્રષ્ટિથી આ વર્ષ તમારા માટે ઘણું સારું રહેશે.
 • મીન રાશિ
 • મીન રાશિવાળા લોકો માટે વર્ષ 2020 સારું રહેશે. આ વર્ષે તમે ખુદ બિઝનેસ શરૂ કરી શકો છો. આ વર્ષે તમે નવા દોસ્તો બનાવી શકો છો. પરંતુ સ્વાસ્થ્યના દ્રષ્ટિથી થોડી સાવધાની રાખવાની જરૂર છે. તેમજ પારિવારિક જીવનની દ્રષ્ટિથી નવું વર્ષ તમારા માટે થોડું મિશ્રણ ભર્યું રહેશે. પરિવારમાં વિવાદ ઉત્પન્ન થઇ શકે છે.

Post a comment

0 Comments