શું તમને ખબર છે 2020 માં લોકો કઈ કઈ ફિલ્મ ની રાહ જોઇને બેઠેલા છે. જાણો આવનારી ફિલ્મો વિષે


 • આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 2020 માં આવનારી ફિલ્મો વિશે. જેની લોકો ખૂબ જ રાહ જોઇને બેઠેલા છે અને આ ફિલ્મો ઉપર એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મ જરૂરથી હિટ જશે.
 • આર.આર આર

 • એસએસ રાજામૌલી ની આગળ ની ફિલ્મ ત્રીપલ આર આવી રહી છે. જે તેલુગુ, તમિલ અને હિન્દી માં એક સાથે જ 30 જુલાઈ 2020 માં આવશે. આ ફિલ્મનું બજેટ ૪૫૦ કરોડ નું છે. ત્યાં જ જુનિયર એનટીઆર રામચરણ અને અજય દેવગણ જેવા મોટા સ્ટાર હશે. આટલા મોટા સુપરસ્ટાર ની ફિલ્મ ફ્લોપ થવી એક મજાક બરાબર છે એટલા માટે એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મમાં સુપર હિટ જશે.
 • કે જી એફ ચેપ્ટર ટુ

 • 21 ડિસેમ્બર 2018 માં ફિલ્મ ચેપ્ટર વન આવી હતી. હવે બીજી ફિલ્મની સિક્વલ બની રહી છે જેમાં રવીના ટંડન અને સંજય દત્ત ની એન્ટ્રી થશે. પહેલાથી વધુ દમદાર અને એક્શન નાખવામાં આવી રહ્યું છે. લાગે છે કે જી એફ ચેપ્ટર ટુ જોયા પછી સિનેમાઘર માંથી નીકળતા લોકો સલામ રોકી ભાઈ જરૂરથી બોલશે.
 • તાનાજી

 • 10 જાન્યુઆરી 2020 એ ફિલ્મ તાનાજી ની એન્ટ્રી થશે. જેમાં અજય દેવગન છે. આ ફિલ્મની રાહ પુરા 2019 સુધી રહી, પરંતુ 2020 ની શરૂઆતમાં જ તે આવશે. તેમાં સેફલીખાન વિલનના રોલમાં નજર આવશે.
 • Krrish 4

 • 23 જૂન 2006 એ ફિલ્મની પહેલી ફ્રેન્ચાઇઝી આવી હતી. જેમનું નામ કોઈ મિલ ગયા હતું। ઋતિક રોશન પ્રિયંકા ચોપડા એકવાર ફરી જોડી જોવા મળશે. આ વખતે ટ્વીસ્ટ છે જોઈએ તો ફિલ્મમાં રિતિક રોશન ત્રીપલ રોલ કરતાં જોવા મળશે. કેમકે ક્રિસ એટલે કે રોહિત મેહરા ના પિતા અને તેમના દિકરાના રોલ ને પણ ખુદ જ કરશે.
 • સૂર્યવંશી

 • રોહિત શેટ્ટી ની મોસ્ટ અવેટેડ ફિલ્મ સૂર્યવંશી 27 માર્ચ 2020 એ આવશે. ધર્મા પ્રોડક્શન ના બેનર ના હેઠળ તેમનું નિર્માણ થઇ રહ્યું છે. જેમાં વર્ષો પછી અક્ષય અને કેટરિનાની જોડી હશે. જ્યારે રણવીર સિંહ અને અજય દેવગન ફિલ્મનો હિસ્સો હશે.

Post a comment

0 Comments