મહેન્દ્રસિંહ ધોની : પુરા થયા 15 વર્ષ ઇન્ટરનેશનલ કરિયરમાં


મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટ માટે એક એવું નામ છે જે યુગો-યુગો સુધી યાદ રાખવામાં આવશે. ભારતીય ક્રિકેટમાં ધોની ના ઘણા બધા યોગદાન ભૂલી શકાય તેમ નથી. ધોની ના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 15 વર્ષ થઈ ચૂક્યાં છે. માહી એ 23 ડિસેમ્બર 2004 એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ રાખ્યો હતો. ધોનીએ બાંગ્લાદેશ ની સામે પોતાની પહેલી ઇન્ટરનેશનલ મેચ રમી હતી.

માહી એ ભારતને બનાવ્યું 28 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન


ધોનીએ જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પગ રાખ્યો હતો ત્યારે તેમને કોઈપણ ઓળખતું ન હતું. જે સમયે ધોની ને ટીમમાં લેવામાં આવ્યા તે સમયે દિનેશ કાર્તિક તેમના હરીફ હતા. ધોની ને ટીમમાં જોઈને લોકો હેરાન હતા કે આ નવો ખેલાડી કોણ છે? એવામાં જ ધોનીને પોતાની ઓળખ બનાવવામાં લગભગ પાંચ મેચનો સમય લાગ્યો.

વાત કહીક એવી છે કે, ધોની એ તેમની પહેલી જ મેચમાં શૂન્ય પર આઉટ થયા હતા. કોઇ પણ ખેલાડી માટે ઝીરો ઉપર આઉટ થવું ખુબ જ નિરાશાજનક હોય છે. બાંગ્લાદેશ ના સામે ધોનીએ પોતાના ડેબ્યૂ મેચ માં જીરો ઉપર આઉટ થઈ ગયા હતા. બાંગ્લાદેશ ની સામે ધોનીએ આગળના બે વન-ડે મેચ રમ્યા પરંતુ તે મેચોમાં પણ માં પણ ડબલ ડિજિટ પર કરી શક્યા નહીં.


ત્યારબાદ ધોનીને પાકિસ્તાન ની સામે ઘરેલું સિરીઝમાં રમવાનો મોકો મળ્યો. અહીં પણ ધોની એ પહેલા જ મેચમાં ફ્લોપ સાબિત થયા. હવે છેલ્લે તે મેચ તો આવી જ ગઈ ત્યારે ધોનીએ પોતાની તોફાની અંદાજ પૂરી દુનિયાને દેખાડી. પાકિસ્તાન ની સામે બીજી વન-ડેમાં ગાંગુલી એ ધોની ને પ્રમોટ કરીને ત્રીજા નંબર ઉપર મોકલ્યો. આ મેચમાં ધોની 148 રનની તોફાની પારી રમી તેમાં ધોનીએ 15 ચોક્કા અને 4 છગ્ગા લગાવ્યા. આ મેચ પછી ધોનીને પોતાની ઓળખાણ પૂરી દુનિયામાં બનાવી લીધી.

ધોની ઓળખાણને મજબૂતી મળી તેમની એક વધુ પારી થી જે તેમણે થોડાક મહિના પછી શ્રીલંકા સામે રમી. જયપુરમાં સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ધોનીએ શ્રીલંકા સામે 183 રન આ પારી રમી. તે પારી હજુ સુધી તેમના કરિયરની સર્વશ્રેષ્ઠ પારી છે. ધોનીએ આ મેચમાં 15 ચોક્કા અને 10 શાનદાર છગ્ગા લગાવ્યા હતા.

Post a comment

0 Comments