ચેહરાની ખૂબસૂરતી વધારવા માટે કરો આ 5 સરળ આસન


હર કોઈની એવી આશા હોય છે કે તેમનો ચહેરો હંમેશા ફ્રેશ તેમ જ ખૂબસૂરત દેખાય. તેમના માટે લોકો ઘણા મોંઘા પ્રોડક્ટને થેરેપી નો વપરાશ કરી લેતા હોય છે. પરંતુ યોગ આ એક એવું આસન એવું વિકલ્પ છે જેને કરીને આપણે હંમેશા ફ્રેશ તેમજ ખૂબસુરત ચહેરો મેળવી શકીએ છીએ. ચહેરા પર નિખાર લાવવા માટે યોગા નો સહારો લેવો ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે. યોગની થોડી ક્રિયાઓથી ચહેરા પર ખીલ, કાળુ પણ દૂર થઈ શકે છે.તો ચાલો આજે આપણે વાત કરીએ ચહેરા માટે કઈ આયોગા ફાયદાકારક છે.

સિંગાસન


ચહેરાની ખુબસુરતી વધારવા માટે ખૂબ જ સારું આસન છે. આ આસનને કરવા માટે તમે વજ્રાસનમાં બેસીને ઘૂંટણને થોડા ખોલો. હવે હાથની આંગળીઓ સિંહના પંજામાં ખોલીને બંને ઘૂંટણો પર રાખી લો. ત્યારબાદ શ્વાસને અંદર ખેંચી ને જીભ બહાર કાઢો અને ત્યારબાદ શ્વાસ છોડતાં થોડી ગર્જના કરો. ગળાની માસપેશીઓમાં થોડો તનાવ લાવો આ આસનનો અભ્યાસ ત્રણથી ચાર વખત કરી શકો છો.

ઉદાન મુદ્રા યોગ


આ મુદ્રાના અભ્યાસથી ચહેરો ખીલી ઊઠે છે અમને કરવા માટે તમે પદ્માસનમાં બેસી જાઓ અને પછી પોતાના બંને હાથની તર્જની આંગળી ને છોડીને બાકી ત્રણ આંગળીઓ અંગૂઠા ની સાથે ભેગી કરો. અભ્યાસને નિયમિત રૂપથી પાંચ મિનિટ સુધી કરો.

કપોલ શક્તિ

ચહેરા ઉપર નિખાર લાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. આસનના અભ્યાસ માટે તમે પદ્માસન અથવા તો સુખાસનમાં બેસી જાઓ. હવે બંને હાથોની આંગળીઓ ની આગળ ના ભાગ ને ભેગા કરો. બંને અંગૂઠા થી નાક ના છિદ્રોને બંધ કરો. ત્યારબાદ શ્વાશ અંદરની બાજુએ ખેંચો. ત્યારબાદ બંને અંગૂઠાથી નાકના છીદ્રો ને બંધ કરી લો અને તમારા ગાલ ને ફુગ્ગાની જેમ ફુલાવો અને તમારી ક્ષમતા અનુસાર શ્વાસને રોકીને ધીમે ધીમે શ્વાસને બહાર કાઢો. અભ્યાસને ઓછામાં ઓછો 20 વાર કરો.

કરચલી માટે યોગાસન ખુબજ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમના માટે એક ઊંડો શ્વાસ લો અને મોઢાની અંદર એટલી હવા ભરો જે રીતે આપણે ફુગ્ગો ફુલાવી એ છીએ. હવે તમે પાંચ સેકન્ડ સુધી આ મુદ્રા માં રહો. ફુગો ફૂલાવવા ની રીતે આ યોગા આસન ની મુદ્રા પાંચ સેકન્ડ સુધી રહો. આ યોગાસન ફક્ત ચહેરો જ નહીં પરંતુ ફેફસાને પણ સારી એવી કસરત કરાવે છે. આ યોગાસનથી ગાલોની કરચલી દૂર થાય છે અને ચહેરાની ત્વચા પર ખુબ જ ફાયદો થાય છે.

હાસ્યાસન

હાસ્ય સન ખુબજ જોરથી હસવું તેને હાસ્ય સન કહે છે. આ આસનના અભ્યાસથી ચહેરો ગુલાબ ની જેમ ખીલી ઊઠે છે. આ આસનમાં હસતા સમયે શરીરની બધી જ બસો માસપેશીઓને એકસાથે કસરત મળી રહે છે. તેમજ હસવાની સાથે ફેફસામાં વધુ ઓક્સિજન જાય છે જે લોહીને શુદ્ધ કરે છે.

Post a comment

0 Comments