ચાલો જાણીએ કે શા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ કુરુક્ષેત્ર ને પસંદ કર્યું યુદ્ધ માટે


મહાભારત સાથે જોડાયેલી ઘણી કથાઓ છે જેના વિષે તમે જરૂર થી જાણતા હશો. એવામાં મહાભારત વિશેની આ વાત ને ખુબજ ઓછા લોકો જાણતા હશે કે ભગવાન શ્રી કૃષ્ણ એ શા માટે કુરુક્ષેત્ર ને યુદ્ધ માટે પસંદ કર્યું હતું. તો ચાલો જાણીએ

મહાભારત નું યુદ્ધ કૌરવ અને પાંડવો વચ્ચે થયું હતું, જેમાં બંને તરફ થી કરોડો યોદ્ધા માર્યા ગયા હતા. આ સંસાર નું ખુબજ ભીષણ યુદ્ધ હતું. તેના પહેલા ના તો ક્યારેય આવું યુદ્ધ થયું હતું અને ના તો ભવિષ્યમાં ક્યારેય આવું યુદ્ધ થવાની સંભાવના છે. કુરુક્ષેત્ર ની ધરતી ને યુદ્ધ માટે ભગવાન શ્રી કૃષ્ણ એ પસંદ કરી હતી, પરંતુ તેને કુરુક્ષેત્ર ને મહાભારાત ના યુદ્ધ માટે શા માટે પસંદ કર્યું તેની પાછળ ઘણું મોટું રહસ્ય છે. શાસ્ત્રો પ્રમાણે મહાભારત યુદ્ધ જયારે નક્કી થઇ ગયું ત્યારે જમીન ની શોધ કરવામાં આવી.

ભગવાન શ્રી કૃષ્ણ આ યુદ્ધ દ્વારા ધરતી પર પાપનો નાશ કરવા માંગતા હતા અને ધર્મ ની સ્થાપના કરવા માંગતા હતા. કહે છે કે ભગવાન કૃષ્ણને એ ડર હતો કે ભાઈઓ-ભાઈઓ, ગુરુ-શિષ્યો અને સાગા-સબંધીઓ ના આ યુદ્ધ માં એક બીજાને મરતા જોઈનેકૌરવ અને પાંડવ સંધિ ન કરી લે. એટલા માટે તેણે યુદ્ધ માટે એવી ભૂમિ પસંદ કરવાનો નિર્ણય લીધો જ્યાં ક્રોધ અને દ્રેષ પર્યાપ્ત માત્રા માં હોઈ.

એટલા માટે શ્રી કૃષ્ણ એ તેમના દૂત ને બધીજ દિશામાં મોકલ્યા અને ત્યાંની ઘટનાઓ વિષે પૂછવામાં આવ્યું. બધાજ દૂતો એ બધીજ જગ્યા જોઈ અને ઘટના નિહાળી. શ્રીકૃષ્ણ એ એક એક કરી ને બધાની વાત સાંભળી. ત્યારે એક દૂત એ એક ઘટના વિષે કહ્યું કે કુરુક્ષેત્ર માં એક મોટા ભાઈ એ નાના ભાઈ ને ખેતર માં પાળી તૂટવા પર વહેતા પાણીને રોકવા માટે કહ્યું પરંતુ તેને આ કામ માટે ના કહી દીધી.

તેની આ વાત થી મોટો ભાઈ ગુસ્સા થી બેકાબુ થયો અને તેમના નાના ભાઈ ને મારી નાખ્યો અને તેમની તે લાશ ઘસેડી ને ભેખડ પાસે લઇ ગયો અને જ્યાંથી પાણી નીકળી રહ્યું હતું ત્યાંજ તેની લાશ રાખી દીધી.

દૂત દ્વારા સાંભળેલી સાચી ઘટના ને સાંભળી ને શ્રીકૃષ્ણ એ નક્કી કર્યું કે આ ભૂમિ ભાઈ-ભાઈ, ગુરુ-શિષ્ય અને સાગા સબંધી ઓ માટે ઉપયુક્ત છે. શ્રીકૃષ્ણ હવે નિચ્ચિત થઇ ગયા કે આ ભૂમિ ના સંસ્કાર અહીં ભાઈઓ ના યુદ્ધ માં એક બીજા પ્રત્યે પ્રેમ ઉત્ત્પન નહિ થવા દેઇ. ત્યારબાદ તેને મહાભારત નું યુદ્ધ કુરુક્ષેત્ર માં કરવાનું એલાન કરી દીધું.

Post a comment

0 Comments