એક આદમી સંત પાસે ગયો અને બોલ્યો જીવન માં ઘણી તકલીફો છે, કોઈ ઉપાય બતાવો, સંત તેને લઈને નદી કિનારે પહોંચ્યા અને કહ્યું જયારે નદી નું બધું પાણી


એક શહેર માં ભોલા નામ નો વ્યક્તિ રહેતો હતો. તેમનું ગુજરાન ખેતી કરીને ચાલતું હતું. ભોલા એજ વિચારતો હતો કે તેમનું જીવન કેટલું મુશ્કેલ છે. તેમના જીવન માં મુશ્કેલીઓ પુરી નોતી થતી. તેનું જીવન સમસ્યાઓ ને હલ કરવામાંજ વીતી રહ્યું છે. એક દિવસ ભોલા સાધુ પાસે પહોંચ્યો અને તેમને બધીજ મુશ્કેલીઓ કહી અને પૂછ્યું કે કઈ રીતે પોતાની જિંદગી ની મુશ્કેલીઓ નો સામનો કરું?

સાધુ ભોલા ની આ વાત સાંભળી ને હસવા લાગ્યા અને કહ્યું કે તું મારી સાથે ચાલ, હું તને તારી મુશ્કેલીઓ નો હલ કહું છું.


સાધુ ભોળાને નદીના કિનારે લઈને ગયા. નદી ના કિનારે પહોંચીને સાધુ એ કહ્યું કે હું નદી ની બીજી બાજુએ જઈને તારી મુશ્કેલીઓ નું સમાધાન કહીશ. એટલું કહીને સાધુ નદી ને કિનારે ઉભા રહી ગયા, જયારે નદી કિનારે ઉભા ઉભા ખુબજ સમય થઇ ગયો. તો ભોલા એ સાધુ ને પૂછ્યું કે મહારાજ આપણે નદી ને પાર કરીને જવાનું છે તો આપણે અહીજ કિનારા પર એટલા સમયથા શા માટે ઉભા છીએ?


સાધુ એ કહ્યું જયારે નદી નું પાણી સુકાઈ જશે ત્યારે આપણે આરામ થી નદી પાર કરી લેશું. ભોલા સાધુ ની વાત સાંભળીને હેરાન થઇ ગયો તેણે કહ્યું કે મહારાજ નદી નું પાણી કઈ રીતે સુકાઈ શકે છે? સાધુ ફરીથી હસવા લાગ્યા અને ભોલા ને કહ્યું કે હું તને તેજ તો સમજવા માંગુ છું કે જીવન પણ નદીના જેમજ છે અને સમસ્યા પાણીની જેમજ છે. તું જાણે છે કે નદી નું પાણી નઈ સુકાઈ એટલા માટે તારે પોતાએજ નદી પાર કરવાનો પ્રયત્ન કરવો પડશે. એજ રીતે જીવન ની સમસ્યા ચાલતીજ રહેશે. તારે ખુદ એજ આ સમસ્યા નો સામનો કરવો પડશે. જો તું નદી કિનારે બેસીને પાણી સુકાવાની રાહ જોઇશ તો તું જીવનભર કઈ નઈ કરી શકીશ.

શીખ


આપણે બસ એજ વિચારતા રહીએ છીએ કે આપણા જીવન માં મુશ્કેલીઓ ક્યારે પુરી થશે. બધાજ વ્યક્તિ ના જીવન માં  મુશ્કેલીઓ છે પણ આપણે આપણી મુશ્કેલી ઓ નો હલ નથી વિચારતા. આપણી મુશ્કેલીઓ માટે આપણે ખુંદેજ વિચારવું જરૂરી છે.

Post a comment

0 Comments