આ અદભુત મંદિર ના દરવાજા ખોલવામાં આવે છે વર્ષ માં 24 કલાક માટે


ભારત માં એવા ઘણા અનોખા અને અદભુત મંદિર છે જેની અલગ અલગ માન્યતા છે. એવુજ એક ઉજ્જેન નું એક મંદિર છે. જેના દ્વારા ફક્ત નાગ પંચમી ના દિવસેજ ખુલે છે. એટલે કે વર્ષ માં ફક્ત એકજ વાર ખુલે છે. આ મંદિર નું નામ નાગ ચંદ્રેશ્વર મંદિર છે અને તેની માન્યતા છે કે આ મંદિર માં નાગદેવ ખુદ ત્યાં હોય છે.


પુરી દુનિયામાં આ એકજ એવું મંદિર છે જ્યાં વિષ્ણુ ભગવાન ની જગ્યા પર ભગવાન ભોળાનાથ સાપ ની શૈયા પર વિરાજમાન થાય છે. ભગવાન ભોળાનાથ ની સાથે આ મંદિર માં ગણેશજી અને માતા પાર્વતી પણ વિરાજમાન છે. આવી પ્રતિમા તમને ઉજ્જેન સિવાય કોઈ પણ જગ્યા એ જોવા મળશે નહિ.


આ અનોખા મંદિર ના દરવાજા નાગપંચમી ના દિવસે અડધી રાતે 12 વાગ્યે ખુલે છે અને પરંપરા ના પ્રમાણે પંચાયતી મહાનિર્વાણી અખાડા ના મહંત ભગવાન નાગચંદ્રેશ્વર મહાદેવ ને પહેલા પૂજવામાં આવે છે. ત્યાર બાદ મંદિર ની સાફ સફાઈ તેમજ પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ શ્રદ્ધાળુ ઓ માટે મંદિર ના દરવાજા ખોલવામાં આવે છે. ત્યારબાદ મંદિર માં બીજે દિવસે નાગપંચમી વળી રાતે 12 વાગે આરતી કરવામાં આવે છે અને પછી આ મંદિર ના દરવાજા એક વર્ષ માટે બંધ કરવામાં આવે છે.


આ મંદિર ત્રણ ખંડ માં સ્થાપિત છે

ઉજ્જેન ના આ મહાકાલ મંદિર ને સરકાર ને સંચાલિત કર્યું છે. આ મહાકાલ મંદિર દેશ ના 12 જ્યોતિલિંગ માં આવે છે. ત્રણ ખંડો માં આ મંદિર બનેલું છે. આ મંદિર ના સૌથી નીચે ના ખંડ માં ભગવાન મહાકાલેશ્વર છે, બીજા ખંડ માં ઓમકારેશ્વર છે, તેમજ ત્રીજા ખંડ માં દુર્લભ ભગવાન નાગચંદ્રેશ્વર મંદિર છે. ઉજ્જેન નું આ મંદિર ખુબજ જૂનું છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિર ને ઈ.સ. 1050 માં પરમાર રાજા ભોજે બનાવ્યું હતું.


આ મંદિર ના દરવાજા બંધ રહેવા પાછળ નું શું છે કારણ

આ મંદિર ના દરવાજા બંધ રહેવા પાછળ કહેવામાં આવે છે કે નાગરાજ તક્ષત ની તપસ્યા થી ખુશ થઈને ભગવાન શિવ એ તેમને અમર રહેવાનું વરદાન આપ્યું હતું. આ મંદિર ની એ માન્યતા છે કે વરદાન મળ્યા પછી  ભોળાનાથ ના ચરણ માં તક્ષત રાજા રહેવા લાગ્યા.


મહાકાલ વન માં રહેવા ના પહેલા તેમની એ ઈચ્છા હતી કે તેમના એકાંત માં કોઈ પણ વિઘ્ન ના નાખે અને ત્યારબાદ આ પ્રથા ચાલતી આવે છે અને નાગપંચમી ના દિવસેજ તે દર્શન આપે છે. પરંપરા અનુસાર બાકી સમય માં તેમના સમ્માન માં મંદિર ના દ્વાર બંધ રહે છે.

અહીંની માન્યતા કંઈક આ પ્રકાર ની છે.


આ મંદિર ની માન્યતા છે કે નાગ પંચમી વાળા દિવસે નાગરાજ તક્ષત ના ઉપર શિવ પાર્વતી વિરાજિત થાય છે. જેના દર્શન કરવાથી કાલસર્પ દોષ શાંત થઇ જાય છે. આ માન્યતા ના કારણે નાગપંચમી વાળા દિવસે હાર વર્ષે લખો લોકો દેશ વિદેશ થી આ નાગચંદ્રેશ્વર મંદિર માં આવે છે અને ભગવાન ના દર્શન કરે છે અને મોડી રાત થી થી દર્શન કરવા માટે લાઈન માં લાગી જાય છે. આ મંદિર માં નાગ પંચમી વાળા દિવસે લગભગ 2 લાખ થી પણ વધુ લોકો દર્શન કરે છે.

Post a comment

0 Comments