ડેટિંગ એપ ઉપર થઈ મુલાકાત ત્યારબાદ છોકરાએ કર્યું કંઇક આવું


માણસની જિંદગીમાં પ્રેમ શબ્દ નો સાચો અર્થ શું છે તેને ખરેખર કહેવું ખૂબ જ મુશ્કેલ છે. પ્રેમ ઘણા પ્રકારના હોય છે જેમકે માતા-પુત્ર નો પ્રેમ, ભાઈ બહેન નો પ્રેમ, પ્રેમી પ્રેમિકા નો પ્રેમ વગેરે વાત. પ્રેમી-પ્રેમિકા જે પ્રેમ કરે છે તે જરૂરી નથી કે તેમના પરિવારને જેટલો પ્રેમ કરે છે તેટલો જ છોકરીના પરિવારને પણ એટલો જ કરે. પરંતુ આ બધી જ વાતો થી આગળ વધીને એક વ્યક્તિએ એવું કરી દેખાડ્યું જેનાથી લોકો ઘણા જ વખાણ કરી રહ્યા છે.


વાત એવી છે કે ૨૩ વર્ષના મેયજેક હાલમાં જ તેમની એક કિડની પોલ ટારકોટ એટલે કે પોતાની ગર્લફ્રેન્ડના પિતાને દાન કરી દીધી. મેયજેક ની ગર્લફ્રેન્ડ નું નામ એશલે ટરકોટ છે. તેમના પિતાને કિડની ડોનરની જરૂર હતી એવામાં મેયજેક થોડું પણ મોડું કર્યા વગર તેમને કિડની દાન કરી દીધી.

રિપોર્ટ પ્રમાણે પોલ જ્યારે ૧૭ વર્ષના હતા ત્યારે ડોક્ટરે કહ્યું હતું તેમની કિડની માં થોડી સમસ્યા હતી. તે વર્ષ 2011માં પોલ ને એ બીમારી થઈ જેમાં તેમની કિડની ખરાબ રીતે પ્રભાવિત થઈ ગઈ. હવે એક ડોક્ટરે કહ્યું કે તેમને ટ્રાન્સપ્લાન્ટ એક જ રસ્તો છે.


આ વાત જ્યારે મેયજેક ખબર પડી ત્યારે તેમણે કિડની ડોનેટ કરવા માટે રાજી થઈ ગયા. સૌથી ખાસ વાત એ રહી કે તે બંનેની કિડની મેચ થઈ ગઈ. તેમણે ગુડ મોર્નિંગ અમેરિકા સાથે વાત કરતાં કહ્યું કે મેં તરત જ મન બનાવી લીધું હતું કે મારૅ એક કિડની આપવી છે. એશલે તેમના પિતાને ખૂબ જ પ્રેમ કરે છે અને હું તેને પ્રેમ કરું છું. જિંદગી આપણને બીજી વાર આવો મોકો નથી આપતી અને હું પોલને ખોવા માંગતો ન હતો. અમારા માટે ખૂબ જ સારો અહેસાસ છે મારા લીધે કોઈની જાન બચી ગઈ મેયજેક કહ્યું કે જ્યારે મને ખબર પડી કે કોઈપણ સંબંધી કિડની આપવા માટે તૈયાર નથી ત્યારે મેં કિડની દેવાનો નિર્ણય લઈ લીધો.

Post a comment

0 Comments