Top 5 ટીવી શો ની ટીઆરપી જાણો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે આટલા નંબર ઉપર


દિવાળી પછી સીરીયલ ની દુનિયા માં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. જ્યાં એક તરફ દિવાળી પહેલા અમિતાભ બચ્ચનનો શો ટોપ 5 સીરીયલ ની લિસ્ટમાં બનેલો હતો અને ત્યાં જ આ અઠવાડિયે તેમને ભારે નુકસાન થયું છે. કેબીસી ના નુકશાનથી કપિલ શર્માના શો ફાયદો થયો છે. તો સલમાન ખાનના શો બિગ બોસ ને કોઈ પણ ફાયદો થયો નથી. ખાસ વાત એ છે કે આ વખતે નંબર ૧ ની પોઝીશન પર હાલમાં ઓન એર થયેલ શો પહોંચી ગયો છે. જુઓ ૧ થી ૫ લઈને કોણ કોણ ટીઆરપી ની લિસ્ટમાં છે.

આ અઠવાડિયે છોટીસરદારની સીરીયલ નંબર એક ના સ્થાન ઉપર પહોંચી ગઈ છે. ગયા અઠવાડિયે આ શો ટોપ 5 સીરીયલ ની લિસ્ટમાં પણ ન હતો અને હવે વધુ ટીઆરપી લઈને પહેલા નંબર ઉપર આવી પહોંચ્યો છે. ગયા અઠવાડિયે નંબર ૧ ની પોઝીશન ઉપર કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હતો.


બીજા નંબર ઉપર કોઈ પણ બદલાવ જોવા મળ્યો નથી. આ વખતે પણ બીજા નંબર ઉપર કુંડલી ભાગ્ય સીરીયલ છે. ત્યાં જ ત્રીજા નંબર ઉપર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છે. આ સિરિયલને ટીઆરપીમાં થોડું નુકશાન થયું છે. છતાં પણ ટોપ 5 સીરીયલ ની લિસ્ટમાં જગ્યા બનાવવામાં તે સફળ રહ્યું છે.

એ રિસતા કયા કહેલાતા હૈ સીરીયલ વધુ એક નંબર નીચે આવી ગઈ છે. ગયા અઠવાડિયે આ સીરિયલ ત્રીજા નંબર પર હતી. પરંતુ હવે તે ચોથા નંબર ઉપર આવી ગઈ છે. આ સીરિયલમાં આ દિવસોમાં પુરી કહાની કાઇરવ કાર્તિક થી નફરત કરવામાં લાગેલો છે અને પાછો ગોવા જવાની જીદ કરી રહ્યો છે.

પાંચમાં નંબર પર ધ કપિલ શર્મા શો છે. આ શો ગયા અઠવાડિયે ટોપ 5 ની લિસ્ટ માંથી પણ બહાર હતો. એવામાં એટલું તો સાફ છે કે સિરિયલની ટીઆરપી માં ઘણો ફેર બદલ જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે અમિતાભ બચ્ચન નો શો કોન બનેગા કરોડપતિ આ વખતે ટોપ 5 મા નથી. તેમજ સલમાન ખાનનો શો બિગ બોસ ૧૩ જ્યારે શરૂ થયો હતો ત્યારથી લઈને અત્યાર સુધી એક પણ વખત ટોપ 5માં પહોંચી શક્યો નથી.

Post a comment

0 Comments