શું તમારી પણ કિસ્મત છે ખરાબ તો કરી લો આ ઉપાય તમારી પણ કિસ્મત બદલી જશે


જેવું કે આપણે જાણીએ છીએ કે રવિવારનો દિવસ ભગવાન ભાસ્કર નો દિવસ છે. કહેવામાં આવે છે કે જે લોકો બાકીના દિવસે સૂર્ય દેવની પૂજા નથી કરી શકતા જો તે ફક્ત રવિવારના દિવસે ભગવાન ભાસ્કરનું અર્ધ્ય આપે તો તેમને બીજા દિવસોનું પણ પુણ્ય પ્રાપ્ત થાય છે.

કહેવામાં આવે છે કે રવિવારના દિવસે સાચા મનથી જો સૂર્ય દેવની ઉપાસના કરે છે તેને બુદ્ધિ, બળ, વિદ્યા તેજ અને વૈભવ પ્રાપ્ત થાય છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર સૂર્ય દેવ માન-પ્રતિષ્ઠા, અધિકારી અને સરકારી ક્ષેત્રમાં સફળતાના કારક છે. માન્યતા છે કે તેમની પ્રસન્નતાથી કિસ્મતના સિતારા બુલંદ થાય છે અને જીવનમાં ખૂબ જ ઉન્નતિ મળે છે.

જો તમે પણ કિસ્મત ને બુલંદ કરવા માંગો છો તો રવિવાર ના એક દિવસે આ ઉપાયો અજમાવીને જોઈલો.

ગાયને રોટલી આપો

રવિવારના દિવસે સવારમાં ગાયને રોટલી ખવડાવો. માનવામાં આવે છે કે આવું કરવાથી સૂર્યદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. કહેવામાં આવે છે કે આ કાર્ય રોજે કરવાનું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. જો તમે રોજ એ નથી કરી શકતા તો ફક્ત રવિવારે એ પણ કરી શકો છો.

જળમાં કંકુ અને લાલ ફુલ

સૂર્યદેવને જળ ચડાવતા પહેલા જળમાં કંકુ નાખી દો. તેમની સાથે લાલ રંગના ફૂલ પણ જળમાં નાખો. ત્યારબાદ સૂર્ય દેવને જળ અર્પણ કરો. આ કાર્ય તમે રોજે પણ કરી શકો છો. જો સંભવ ન હોય તો ફક્ત રવિવારે જરૂરથી કરો.

માછલીઓને ખવડાવો લોટની ગોળીઓ

જો સૂર્યદેવની કૃપા મેળવવા માંગો છો તો માછલીઓને લોટની ગોળીઓ જરૂરથી ખવડાવો. તેનાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે. આ કાર્ય પણ રોજે કરી શકો છો જો સંભવ ન હોય તો રવિવારે જરૂરથી કરો. એવું કરવાથી જીવનમાં સંપન્નતા અને સુખ-શાંતિ આવે છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments