ધન અને વૈભવ મેળવવા શુક્રવારે કરો આ ઉપાય


૨૧ નવેમ્બર એ શુક્ર ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. શુક્ર ના આ ગોચર નો પ્રભાવ આપણા બધા ઉપર પડશે તે પ્રભાવ શુભાશુભ બંને થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને સૌંદર્ય, એશ્વર્ય, વૈભવ, કળા, સંગીત અને કામવાસનાનો કારક માનવામાં આવે છે.

શુક્ર ગ્રહ વૃષભ અને તુલા નો માલિક છે. મીન રાશિમાં ઉચ્ચનો અને કન્યા રાશિમાં નીચ અવસ્થામાં હોય છે. જે જાતકોની કુંડળીમાં શુક્ર ગ્રહ પ્રબળ હોય છે તેમનું વ્યક્તિત્વ ને શુક્ર આકર્ષક બનાવે છે. પ્રબળ શુક્ર ગ્રહ જાતક ધન અને વૈભવ સંપન્ન હોય છે. તેમનું જીવન ઐશ્વર્યશાળી હોય છે. જો જાતક કલાક્ષેત્ર થી જોડાયેલો હોય તો તે તે ક્ષેત્રમાં સફળતાના નવા રસ્તા મેળવી લે છે તેનાથી વિપરીત જો કુંડળીમાં શુક્ર ગ્રહ અશુભ હોય તો તે જાતકોને ઘણા પ્રકારની મુશ્કેલીઓ હોય છે. શુક્ર ના આ પ્રભાવના કારણે જાતકના જીવન દરિદ્ર મય થઈ જાય છે તેના બધા જ પ્રકારના સાંસારિક સુખ પ્રાપ્ત થઈ શકતા નથી.

શુક્ર ગ્રહ ને કઈ રીતે પ્રબળ કરવો

શુક્ર ગ્રહના શુભ ફળ મેળવવા માટે જાતકને તેના માટે મજબૂત કરવાનો થશે એટલા માટે જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહની શાંતિ ના ઉપાય બતાવવામાં આવ્યા છે. તેમાંથી વિધિ અનુસાર શુક્ર યંત્રની સ્થાપના કરીને તેમની પૂજા શુક્ર ગ્રહના બીજી યંત્ર ના જાપ શુક્ર ગ્રહથી સંબંધિત વસ્તુઓનું દાન શુક્ર વારના વ્રત માં લક્ષ્મીજીની પૂજા હીરા, રત્ન, છ મુખી રુદ્રાક્ષ અને એરંડ મૂળની જડ ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે.

શુક્ર ગ્રહની મજબૂતી નો ઉપાય

ચમકદાર, સફેદ તેમજ ગુલાબી રંગનો પ્રયોગ કરો. મા લક્ષ્મી અથવા મા જગદંબાની પૂજા કરો. શ્રી સૂક્ત પાઠ જરૂર કરો. શુક્રની શાંતિ માટે શુક્રવારના દિવસે ઉપવાસ રાખો. શુક્રવારના દિવસે દહીં, જુવાર, અતર રંગબેરંગી કપડા, ચાંદી, ચોખા વગેરે વસ્તુઓનું દાન કરો શુક્ર બીજ મંત્ર

"ॐ द्रां द्रीं द्रौं सः शुक्राय नमः" નો જાપ 108 વાર કરવો 

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....


આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments