આ પવિત્ર મંદિરનાં કુંડમાં સ્નાન કરવાથી મળી જાય છે પાપ અને બીમારીથી મુક્તિ


માતા સતી ના 51 શક્તિપીઠ તેમજ તેમની માન્યતાઓ વિશે આપણે બધા જાણીએ છીએ. જ્યાં માતા સતીના અંગો પડ્યા હતા ત્યાં ત્યાં શક્તિપીઠ સ્થાપિત થઈ ગયા. તેમના શક્તિપીઠો માંથી એક શક્તિપીઠ ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં ૨૮ કિલોમીટર દૂર તુલસીપુર સ્થિત છે. અહીં સ્થિત શક્તિપીઠમાં દેવી સતી નો ખંભો અને પટ અંગ પડ્યું હતું. તેમના કારણે તેમનું નામ પાટણ પડી ગયું. આસ્થાને દેવી પાટણ ધામ થી પણ ઓળખવામાં આવે છે. અને તેને યોગ પીઠ પણ માનવામાં આવે છે.


આ શક્તિપીઠમાં વિરાજમાન દેવી માં પટેશ્વરી ના નામથી પ્રસિદ્ધ છે. માં સતી નું પવિત્ર સ્થાન નેપાળ સીમા થી નજીક છે એટલા માટે અહીં દેશભરના લોકો આવે જ છે અને સાથે જ નેપાળ થી પણ હર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. કિવદંતી ના આધાર પર ખબર પડે છે કે આ મંદિરનો સંબંધ માતા સતી ના સાથે-સાથે ભગવાન શિવ ગુરુ ગોરખનાથ અને કર્ણ સાથે જોડાયેલો છે. તો ચાલો જાણીએ મંદિરને લઇને બીજી પણ ખાસ વાતો.

ચોખાની ઢગલી બનાવીને વિશેષ પૂજન

મંદિરના મહંત એ કહ્યું કે ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં અહીં માતાના પિંડ ની પાસે ચોખાની ઢગલી બનાવીને માતાનું વિશેષ પૂજન કરવામાં આવે છે. પૂજન સમાપ્ત થયા પછી ચોખા ને ભક્તોમાં વહેંચી દેવામાં આવે છે. તેમના સિવાય માતા રાની ને રવિવારના દિવસે હલવાનો ભોગ લગાવવામાં આવે છે અને શનિવાર ના દિવસે લોટ તેમજ ગોળથી બનેલા રોટલી નો વિશેષ ભોગ લગાવવામાં આવે છે.

મહાભારત કાળ સાથે જોડાયેલી છે મંદિરની માન્યતા


માન્યતાઓ અનુસાર દેવી પાટણ શક્તિપીઠ નુ મહત્વ મહાભારત કાળ સાથે જોડાયેલું છે કહેવામાં આવે છે કે આ શક્તિપીઠના કુંડમાં સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપ્યું હતું એ જ કારણ છે કે આ કુંડ અને સુરજકુંડ કહેવામાં આવે છે. આ કુંડનું પાણી ખૂબ જ પવિત્ર અને ગુણી માનવામાં આવે છે. કેમકે શ્રદ્ધાળુઓ નું માનવું છેકે આ કુંડમાં સ્નાન કરવાથી પાપ ખતમ થઇ જાય છે અને ઘણા લોકોને બીમારીઓમાંથી પણ મુક્તિ મળે છે.

મનની પ્રસન્નતા માટે પૌરાણિક ગાયન અને નૃત્ય


અહીં દરવર્ષે માં પટેશ્વરી ને પ્રસન્ન કરવા માટે દરબારમાં નર્તકીયા સ્વેચ્છા થી પૌરાણિક ગાયન અને નૃત્ય કરે છે. માન્યતાઓ અનુસાર નૃત્ય કરવાથી દેવીમાં પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ પ્રદાન કરે છે. માં પટેશ્વરી ના દર્શન માટે ભક્તો ની લાઈન લાગેલી રહે છે અને વધુ ભીડ થવા પર વિશેષ પૂજા પણ કરવામાં આવે છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments