ભારત ની આ બાળકી એ માત્ર 2 મિનિટ અને 7 સેકેંડ માં આંખે પાટો બાંધી ને રુબિક સોલ્વ કર્યો


તમિલનાડુની છ વર્ષની એક નાની બાળકી ની પ્રતિભા જોઈને લોકો ખૂબ જ હેરાન રહી ગયા છે. તેમણે રુબીક્સ ક્યુબ ને માત્ર બે મિનિટ અને સાત સેકન્ડ હલ કરીને બધાને ચોંકાવી દીધા છે. લોકો તેમની ક્ષમતા ને જોઈને તેમને જીનિયસ જેવા શબ્દોથી બોલાવી રહ્યા છે. ઘણા લોકો અને સંગઠનોએ તેમને દુનિયાની સૌથી ઓછી ઉંમરની જીનીયસ નો ખિતાબ આપ્યો છે. લોકોએ તેને સુપર જીનિયસ અને સુપર ગર્લ નું નામ આપ્યું છે.

સારા નામની આ નાની છોકરી એ આંખે પાટો બાંધીને કવિતા વાંચતા ફક્ત બે મિનિટ અને સાત સેકન્ડમાં રુબીક્સ ક્યુબ હલ કરી નાખ્યું. તેમને જોઈને તમિલનાડુના ક્યુબ એસોસિએશન એ તેને દુનિયાની સૌથી નાની જીનિયસ જીનિયસ (Worlds Youngest Genius) ના ખિતાબ થી નવાજી છે. સારાએ રુબિક ક્યુબ ને આંખના પલકારે હલ કરી દીધું. તેમણે આવું કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. સારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની કોશિશ કરી રહી હતી. તેમના આ કાર્યથી ઘણા બાળકો તેમને પોતાની આદર્શ માનવા લાગ્યા છે.

વેલ્લમલ સ્કૂલ માં સારા પહેલી કક્ષા ની છાત્રા છે. સારા ના રુબિકસ ક્યુબ હલ કરવાના ટેલેન્ટ ને જોઈને લોકો ને લાગ્યું કે તે ઘણા સમય થી આની તૈયારી કરી રહી હશે. પરંતુ લોકો ને જયારે ખબર પડી કે તે હજુ ચાર મહિના પહેલાજ રુબિકસ ક્યુબ ની સાથે રમવાનું શરુ કર્યું છે. તો તે લોકો આશ્ચર્ય માં પડી ગયા. પહેલા લોકોને વિશ્વાસ થઇ રહ્યો ન હતો. પરંતુ જયારે સત્ય સામે આવ્યું તો બધાજ લોકો આશ્ચર્ય માં પડી ગયા.

Post a comment

0 Comments