આજેજ બનાવો બાળકો અને મોટા માટે સમોસા ચાટ, નોંધી લો તેમની સરળ રીત


અવાર નવાર તમને ભૂખ લાગતી હશે તો તમે બહાર મળતી ચાટ ખાઓ છો અથવા તો સમોસા ખાઓ છો. પરંતુ ક્યારેય તમે સમોટા ચાટ ટ્રાય કરી છે. જો ના તો આજે અમે તમારા માટે સમોસા ચાટની રેસીપી લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે ઘરે પણ ટેસ્ટી સમોસા ચાટ બનાવી શકશો.

સામગ્રી


 • 250 ગ્રામ - મેંદો
 • 2 ચમચી - સોજી
 • 1 ચમચી - કોન્ફલોર
 • 1 ચમચી - જીરૂ - અજમો
 • 4-5 ચમચી - મોણ માટે તેલ
 • 250 ગ્રામ - બાફેલા બટેટા
 • 2 ચમચી - આદુ મરચાની પેસ્ટ
 • 1 ચમચી - ગરમ મસાલો
 • 1 ચમચી - ખાંડ
 • સ્વાદાનુસાર - મીઠું
 • જરૂરિયાત મુજબ - પાણી
 • તળવા માટે - તેલ


વઘાર માટે


 • 1 ચમચી -રાઇ-જીરૂ
 • 1 ચપટી - હિંગ
 • 2 ચમચી - તલ
 • 1ચમચી - લાલ મરચું


સજાવટ માટે


 • ખજૂર આંબલીની ચટણી
 • મોળું દહીં
 • ચવાણું
 • દાળમૂઠ
 • સમારેલી ડુંગળી
 • દાડમના દાણા

બનાવવાની રીત

સૌ પ્રથમ કણક બાંધવા માટે મેંદા માં સોજી, કોનફલોર, મીઠું , જીરૂ -અજમો મસળેલુ, તેલનું મોણ નાંખી જરૂર મુજબ પાણી રેડીને ભાખરી જેવો લોટ બાધી લો અને અડધો કલાક રેવા દો.


હવે પુરણ બનાવવા માટે એક બાઉલમાં બાફેલા બટેટા લો તેમાં વાટેલા આદુ મરચાં,ગરમ મસાલો, મીઠું, ખાંડ નાંખો. હવે એક વઘારીયામાં થોડું તેલ લો. તેલ ગરમ થાય પછી તેમાં રાઇ-જીરૂ, હિંગ અને લાલ મરચું, તલ નાંખી વઘારને બટેટામા રેડીને બરાબર મીક્ષ કરી લો.


તે પછી કણકમાથી લુવો લઇને તેને રોટલી વણી લો અને તેના કાપીને બે ભાગ કરી લો અને શંકુ આકારનો શેપ કરીને તેમાં પુરણ ભરી કિનારી દબાવી દો આ રીતે બધાં સમોસા ભરી લો. તે પછી ગરમ તેલમાં તળી લો. હવે એક પ્લેટમાં સમોસુ તોડીને મૂકો તેમાં ખજૂર આંબલીની ચટણી રેડો તેની ઉપર મોળું દહીં રેડો પછી ઉપર ચવાણું ,દાલમૂઠ, ઝીણી સમારેલી ડુંગળી અને દાડમના દાણા ભભરાવીને સર્વ કરો.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments