રામાયણમાં બતાવવામાં આવેલ તે પર્વત આજે ક્યાં સ્થિત છે, જેની સંજીવની બૂટી થી લક્ષ્મણજી ના જીવનની રક્ષા કરવામાં આવી હતી


રામાયણમાં તમે સંજીવની બૂટી વિશે તો સાંભળ્યું હશે. જ્યારે લક્ષ્મણને શક્તિ લાગી હતી ત્યારે આ બૂટી એ તેના પ્રાણ બચાવ્યા હતા. શું તમે જાણો છો આજે પણ આ જગ્યાએ આ પર્વત હાજર છે.

રામાયણમાં સંજીવની બૂટી લક્ષ્મણના પ્રાણ પાછા લાવવામાં તથા હનુમાનજીએ સંજીવની પર્વત ને પૂરેપૂરો ઉપાડવા વાળો પ્રસંગ બધા લોકો જાણે છે. વૈદ્ય સુષેણ ને સંજીવની ને ચમકીલી આભા અને વિચિત્ર ગંધ વાળી બુટ્ટી બતાવી છે. સંજીવની પર્વત આ જે પણ શ્રીલંકામાં હાજર છે. માનવામાં આવે છે કે હનુમાનજીએ આ પહાડ ના ટુકડા કરીને આ ક્ષેત્રમાં નાખ્યા હતા.

રૂમાંસ્સલા પર્વત ના નામથી ઓળખવામાં આવે છે


આ ચર્ચિત પહાડ શ્રીલંકા ની પાસે રૂમાંસ્સલા પર્વત ના નામ થી ઓળખાય છે. શ્રીલંકાની સુંદર જગ્યાઓમાંથી એક ઉનાવટાના બીચ આ પર્વતની પાસે છે. શ્રીલંકાના દક્ષિણી સમુદ્ર કિનારા પર ઘણી એવી જગ્યા છે. જેના વિશે કહેવામાં આવે છે કે અહીંયા હનુમાનજીએ લાવેલા આ પહાડ ના ટુકડા અહીંયા પડેલા છે.

અહીંયાના વૃક્ષ અને છોડ ઘણા ખાસ છે


આ જગ્યાની ખાસ વાત એ છે કે અહીંયા જે જગ્યા પર પહાડ ના ટુકડા પડેલા હતા ત્યાં જળ વાયુ અને માટી બદલાઈ ગઈ છે. આ જગ્યા ઉપર મળતા વૃક્ષ અને છોડ શ્રીલંકાના બાકીના વિસ્તારોમાં મળી આવતા વૃક્ષ અને છોડ થી ઘણા અલગ છે. રૂમાંસ્સલા ના પછી જે જગ્યા મહત્વની છે તે છે રીતીગાલા.

જ્યારે હનુમાનજી આખો પર્વત ઉપાડી લાવ્યા


હનુમાનજી જ્યારે સંજીવની નો પહાડ ઉઠાવીને શ્રીલંકા પહોંચ્યા તો તેનો એક ટુકડો રીતીગાલા પડ્યો હતો. રીતીગાલા ની ખાસિયત એ છે કે અહીં આજે પણ જડીબુટ્ટી ઉગે છે તે આજુબાજુના વિસ્તાર થી ઘણી અલગ છે. શ્રીલંકાના નુવારા એલિયા શહેરથી લગભગ 10 કિલોમીટર દૂર હાકાગાલા ગાર્ડનમાં હનુમાનજીએ લાવેલા પહાડ નો બીજો ભાગ પડ્યો હતો. આ વિસ્તારની માટી અને છોડ આજુબાજુના વિસ્તાર થી પણ ઘણા અલગ છે.

Post a comment

0 Comments