મહા વાવાઝોડું મોસમ વિભાગે જારી કર્યું એલર્ટ આ રાજ્યોમાં થઈ શકે છે ભારે વરસાદ


ગુજરાત તરફ આગળ વધી રહેલું મહા વાવાઝોડું ધીમો પડી રહ્યું છે. પરંતુ સમસ્યા હજી ઓછી થઇ નથી. અરબ સાગરમાં તુફાન 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. ૬-૭ નવેમ્બરે તે દિવસ અથવા પોરબંદર ના દરિયા કાંઠે જવાની આશંકા બતાવવામાં આવી રહી છે. આ તોફાનને લઈને મોસમ વિભાગે અત્યારે તાજો અપડેટ આપ્યું છે અને તેમના અનુસાર ૬ અને ૭ નવેમ્બર એ ગુજરાત મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં વાવાઝોડાની હવાઈ અસર જોવા મળશે.

ખબરની સાથે મોસમ વિભાગે આ રાજ્યોમાં લોકો ને સતર્ક રહેવાનું અને માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. જાણકારીના અનુસાર મોસમ વિભાગ ના તાજા એલર્ટ અનુસાર ૬ અને ૭ નવેમ્બરે ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દીવ, દાદરા નગર હવેલી માં હળવી થી ભારે વરસાદ થઇ શકે છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર, જામનગર, ગીર, સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, પોરબંદર અને રાજકોટમાં ઘણી જગ્યાએ વરસાદ થઇ શકે છે. ભાવનગર, સુરત, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ અને વડોદરામાં ૭ નવેમ્બરે ભારે વરસાદ થઇ શકે છે.

જો મહારાષ્ટ્રની વાત કરીએ તો મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણ અને બીજા સાત જગ્યાએ ૭ નવેમ્બરે હળવો વરસાદ થી મધ્ય વરસાદ થઈ શકે છે. તેમના સિવાય ગુજરાત, દમણ-દીવ, દાદરા નગર હવેલી માં ચાળીસથી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે. જે વધીને ૭૦ થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે. મહારાષ્ટ્રમાં પણ આ જ રીતે હવા ફુકાય શકે છે.

વિભાગે માછીમારોને અલર્ટ કરતા આ બે દિવસોમાં સમુદ્રથી દૂર રહેવાનું કહ્યું છે. ગુજરાતના પૂર્વ દક્ષિણ દિશા તરફ અરબ સમુદ્રમાં ઉઠેલા ૨ મહા ચક્રવાત 200 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે આગળ વધી રહ્યા છે. વાવાઝોડાના ચાલતા આગળના બે દિવસોમાં ગુજરાત ના મોસમમાં અચાનક બદલાવ જોવા મળી રહ્યો છે. આગામી ૬ તેમજ ૭ નવેમ્બરે સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આશંકા જતાવવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્ટેટ ઈમરજન્સી સેન્ટર પહોંચીને વાવાઝોડા તેમ જ સુરક્ષા ના ઉપાય ની જાંચ કરી છે. વાવાઝોડાને જોતા એનડીઆરએફ ની 32 ટીમ તેમજ 9 સેના આ હાલતને સંભાળવા માટે તૈયાર કરી દેવામાં આવી છે. ગાંધીનગર તેમજ વડોદરા થી પણ એનડીઆરએફની ટીમ સમુદ્ર વિસ્તારમાં મોકલી આપવામાં આવી છે. તેમજ અન્ય રાજ્યોમાં 15 ટીમ બોલાવવામાં આવી છે. વાવાઝોડાના ચાલતા ભાવનગર, પોરબંદર, ગીર, સોમનાથ, અમરેલી, રાજકોટ માં સૌથી વધુ અસર ની સંભાવના કહેવામાં આવી રહી છે.

Post a comment

0 Comments