વાહ આ રીતે બનાવી લો શિયાળાની સ્પેશિયલ ચટાકેદાર કચોરી


શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. અવનવા શાક અને ફળ બજારમાં આવવાના શરૂ થઈ ચુક્યા છે. અત્યારે શિયાળામાં તાજા તુવેરના દાણા અને વટાણા આવવા લાગ્યા છે આ સામગ્રીનો ઉપયોગ કરી તમે ખુબજ ચટાકેદાર અને તીખી તનમનતી લીલવાની કચોરી બનાવી શકશો.

લીલવાની કચોરી બનાવવા જોશે સામગ્રી

  • 5૦૦ ગ્રામ લીલી તુવેરના દાણા,
  • 100 ગ્રામ વટાણાના દાણા,
  • 1/1 નાળિયેર લીલું અથવા સૂકું,
  • 8-10, 1 ઇંચ આદુનો ટુકડો
  • 5-6 લવિંગ, 2 ટુકડા તજ,
  • 8-10 મરી, ચપટી હીંગ,
  • 1 ચમચી આખા ધાણા,
  • 1 ચમચી વરિયાળી,
  • 1 ચમચી તલ
  • 1 મોટા લીંબુનો રસ,
  • 3 ટેબલસ્પૂન ખાંડ,
  • 2 ટેબલસ્પૂન તેલ,
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 3૦૦ ગ્રામ મેંદો


લીલવાની કચોરી બનાવવાની પદ્ધતિ


  • સૌ પ્રથમ તુવેરના દાણા અને વટાણાને ક્રશ કરી લો. ત્યારબાદ જાડા તળિયાવાળા પહોળા વાસણમાં અથવા ફ્રાઈંગપેનમાં તેલ મૂકી તેમાં હીંગનો વઘાર કરીને તજ, લવિંગ, ધાણા, વરિયાળી, તલ એક પછી એક ઉમેરો. બધું સહેજ સાંતળો અને તે પછી તેમાં કોપરુ અને આદુ મરચાની પેસ્ટ નાખી ફરી એકાદ મિનિટ સુધી સાંતળો. હવે ક્રશ કરેલા તુવેરના દાણા નાખી બધો જ મસાલો મિક્સ કરી લો.
  • સારી રીતે બધું ભળી જાય એટલે તેમાં ખાંડ, મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. હવે 8થી 1૦ મિનિટ આ મિશ્રણને સતત હલાવતા રહો. પાણી બળી જાય અને મસાલો સહેજ કોરો પડવા માંડે એટલે ગેસ પરથી ઉતારી લો. થોડું ઠંડું પડવા દો. ઠંડું થાય પછી એના ગોળા બનાવી લો.
  • એક વાસણમાં મેંદો લઈ તેમાં જરૂર પ્રમાણે પાણી, મીઠું અને તેલ નાખી રોટલીના લોટથી સહેજ ઢીલો લોટ બાંધી લો. અને થોડીવાર તેને ઢાંકીને રાખો. પછી તેમાંથી જાડી પૂરીઓ વણી અને તુવેરના મિશ્રણના બનાવેલા ગોળાને મૂકીને કચોરી વાળી લો. ગરમ તેલમાં મૂકીને ધીમે તાપે તળી લો.
  • આ કચોરીને તમે કેચઅપ કે આંબલીની ચટણી સાથે તેમજ લીલી મરચાની ચટણી સાથે સર્વ કરો. આ કચોરી નાસ્તામાં ખુબજ સારી લાગે છે.

Post a comment

0 Comments