લતા મંગેશકર ની હાલત ગંભીર હેમા માલિનીએ તેમના માટે ભગવાન પાસે માંગી દુવાઓ


36 ભાષાઓ હજારથી પણ વધુ ગીતો ને પોતાનો અવાજ આપી ચૂકેલી ભારત રત્ન લતા મંગેશકર ને સોમવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલ ના આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા હતા. લતા મંગેશકર ને શ્વાસ લેવામાં તકલીફ ના ચાલતા હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા. ખબરોની જો માનવામાં આવે તો 90 વર્ષની લતા મંગેશકર ની હાલત અત્યારે પણ નાજુક બનેલી છે. તેમને આઇ.સી.યુ.માં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. દેશ દુનિયા થી તેમના માટે દુઆઓ કરવામાં આવી રહી છે. આ જ કડીમાં બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની એ પણ લતા મંગેશકર માટે દુઆ માંગી છે.

હેમા માલિનીએ આજે સવારે ટ્વિટ કર્યું અને લતાજી માટે જલદી સાજા થઇ જવાની દુઆ માંગી. હેમામાલિનીએ લખ્યું છે લતા મંગેશકર માટે પ્રાર્થના. જે હોસ્પિટલમાં ભરતી છે. અને ખબર છે કે તેમની હાલત ગંભીર છે. ભગવાન તેમને આ સંકટમાંથી બહાર નીકળવા માટે ની શક્તિ આપે જેનાથી તે અમારી વચ્ચે બનેલી રહે. રાષ્ટ્ર ની ભારત રત્ન ભારતની કોકિલા લતાજી માટે દુઆ કરું છું. હેમા માલિની ના ટ્વીટ થી ખબર પડે છે કે લતા મંગેશકર ની હાલત અત્યારે પણ ગંભીર બનેલી છે.

લતા મંગેશકર ફેફસાની ગંભીર ઇન્ફેક્શનથી બચી રહી છે. તેમની સાથે જ તેમને નિમોનિયા પણ થયો છે. તેમનું લેફ્ટ વેન્ટ્રિક્યુલર હ્દય ને સૌથી વધુ ઓક્સિજન આપે છે. અને શરીરને સામાન્ય કામ કરવા માટે તેમનું એક પ્રકારે કામ કરવું ખૂબ જ જરૂરી છે. પરંતુ તેમની હાલત સમય સાથે વધુ ગંભીર થતી જઈ રહી છે.

કહી દઈએ કે લતા મંગેશકર 28 સપ્ટેમ્બર એ પોતાનો નેવુંમો જન્મદિવસ મનાવ્યો હતો. તેમના કરિયરની જો વાત કરીએ તો લગભગ હજારથી વધુ ગીતો ગાય ચૂકી છે. વર્ષ 2001માં તેમણે ભારતનો સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્ન આપવામાં આવ્યો હતો તેમણે છત્રીસ ભાષાઓમાં ગીતો રેકોર્ડ પણ કર્યા છે.

રવિવારે રાત્રે બે વાગ્યે શ્વાશ લેવા માં તકલીફ થયા બાદ તેમને હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા હતા. આવામાં લતા મંગેશકરના ફેન્સ તેમના માટે દુઆ કરી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર લોકોની દુઆઓ નો પૂર આવી ગયો છે.

મીડિયાના રિપોર્ટ પ્રમાણે લતા મંગેશકર ફેફસાના ગંભીર ઇન્ફેક્શનથી જજુમી રહી છે. તેમના ફેન્સ એ પણ મંગેશકર ને જલ્દી ઠીક થઈ જવાની કામના કરી છે. યુઝરે ટ્વિટર પર લખ્યું ભારત રત્ન લતા મંગેશકર જી સ્વસ્થ થવા અને હોસ્પિટલમાં હોવાની સૂચના મળી રહી છે. હું ઈશ્વરને કામના કરું છું કે ભારતના વૈભવ સુરક્ષિત અને સ્વસ્થ રહે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments