કે.એલ રાહુલે શેર કરી સુનીલ શેટ્ટી ની દીકરી ની તસવીર અને કહી દિલ ની વાત


બોલિવૂડમાં સેલિબ્રિટી કિડ્સ હંમેશા ચર્ચામાં બન્યા રહે છે તેમાંથી એક છે સુનિલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી. 5 નવેમ્બર એ અથિયા 27 વર્ષની થઈ ગઈ છે. એવામાં સોશિયલ મીડિયા પર તેમને ઘણા ખાસ લોકો એ શુભકામના પાઠવી છે.

અથિયા નું નામ લાંબા સમયથી ક્રિકેટર કે એલ રાહુલ ની સાથે જોડાયેલું રહ્યું છે. અથિયા ના બર્થ ડે પર કે.એલ રાહુલ એ તેમને જન્મદિવસની શુભકામના આપી અને એક તસવીર પણ શેર કરી. તસવીર માં રાહુલ અને અથી નજર આવી રહ્યા છે જ્યાં રાહુલ અથિયા ની તરફ જોઈ રહ્યા છે અને તેમજ અથિયા હસી રહી છે. કે એલ રાહુલ ની આ પોસ્ટ પછી ફરી એક વાર બંને નું નામ એકબીજા સાથે જોડાઈ રહ્યું છે.

આથિયા અને કે એલ રાહુલ ઘણીવાર પબ્લિક માં સાથે જોવા મળ્યા છે. બંને સાથે ડિનર અને ફરવા પણ જાય છે. પરંતુ બંનેએ અત્યાર સુધી અફેરની વાત ને ના પાડી છે. મીડિયાના આ રિપોર્ટની માને તો આ વર્ષની શરૂઆતથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

આથિયા એ વર્ષ 2015માં ફિલ્મ હીરો થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. તેમાં તેમના અપોઝિટ સુરજ પંચોલી એ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી ત્યારબાદ તેણે બે વર્ષ પછી મુબારક કરી આ ફિલ્મનો પણ કોઈપણ ફાયદો આથીયા ને મળ્યો નહીં.

અથિયા ની આવનારી ફિલ્મ મોતી ચુલ ચકનાચૂર છે. આ ફિલ્મમાં તેમની સાથે નવાજુદ્દીન છે. આ ફિલ્મમાં દુલ્હા અને દુલ્હનના પરિવાર વચ્ચેની અલગ પ્રકારની જ કોમેડી જોવા મળશે.

થોડા દિવસો પહેલા જ તેમનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું જેને દર્શકો દ્વારા ઘણું વખાણવામાં પણ આવ્યું. મોતીચૂર ચકનાચૂર ને મિત્રા હસન ડાયરેક્ટ કરી રહ્યા છે અને રાજેશ અને કિરણ ભાટિયા ફિલ્મના પ્રોડ્યુસર છે.

Post a comment

0 Comments