પાયલ ના આ સવાલનો જવાબ જાણવા ઉપર અમિતાભ બચ્ચન થયા ખૂબ જ હેરાન કહી દીધી આ વાત


કોન બનેગા કરોડપતિ શો પણ આ દિવસોમાં બધાની પસંદ નો શો બનતો જઈ રહ્યો છે કેમકે આ શોને રમવા માટે બધી જગ્યા ના લોકો આવીને તેમની બુદ્ધિ મતા નું પ્રદર્શન કરે છે. અને સારી એવી રાશિ જીતીને જાય છે. પરંતુ ક્યારેક-ક્યારેક આ શો ઘણો હેરાન કરનાર બની જાય છે જ્યારે કન્ટેસ્ટન્ટ પાસે પૂછેલા સાધારણ સવાલનો જવાબ તે નથી આપી શકતા.

એવું જ કંઈક થયું આ એપિસોડમાં જ્યારે મુંબઈની રહેવાવાળી ફ્રીલાન્સર બ્લોગર પાયલ શાહ એ હોટ સીટ પર પોતાની મોજૂદગી દર્જ કરાવી. તે ગોલ્ડની સાથે જોડાયેલા ભાવ નું બ્લોગીંગ કરે છે. પરંતુ જ્વેલરી સાથે જોડાયેલા સવાલ પર તે અટકી ગઈ ત્યારે અમિતાભ બચ્ચન ખૂબ જ હેરાન થઈ ગયા. આ શો થી પાયલ 1250000 રૂપિયા જીતવામાં સફળ રહી.

વાત કંઈક એવી છે કે અમિતાભ બચ્ચને એક ઘરેણા નું નામ પૂછ્યું જે પગમાં પહેરવામાં આવે છે. આ સવાલના ઓપ્શન હતાં તુરંગ, વલઈ, નૂપુર, મ્રુદ. પરંતુ પાયલ 3000 ના સવાલ પર કન્ફ્યુઝ નજર આવી હતી અને તેમણે આ સવાલ ના જવાબ માટે ઓડિયન્સ પોલ લેવાનો નિર્ણય કર્યો હતો.

તેમની આ બેચેનીને જોઈને અમિતાભ બચ્ચન આ વાત ઉપર ઘણા હેરાન થઈ ગયા હતા અને તેમને તેમની ચિરપરિચિત ફિલ્મના અંદાજમાં આવીને સરપ્રાઈઝ થવાનો એક્સપ્રેશન આપ્યું હતું.ઓડિયન્સ સવાલનો સાચો ઉત્તર આપીને પાયલને 3000 રૂપિયા જીતાડ્યા હતા.

અમિતાભ બચ્ચન તેમની પાસે એવી આશા રાખી રહ્યા હતા કે પાયલને આ સવાલનો જવાબ ખબર છે કેમકે પાયલ નો સમાનાર્થી શબ્દ નૂપુર થાય છે. પરંતુ પાયલ એ કહ્યું કે તેમનો પહેલા નામ પ્રતીક્ષા રાખવામાં આવ્યું હતું. પરંતુ દાદી ને આ નામ સરખી રીતે બોલતા ફાવતું ન હતું એટલા માટે તેમને નામ બદલીને પાયલ રાખી દીધું હતું અને તેમને કોઈપણ આઈડિયા ન હતો કે હિન્દીમાં પગમાં પહેરવાના ઘરેણા ને શું કહેવામાં આવે છે?

Post a comment

0 Comments