મંત્રીએ દિવાળી પર ગરીબ બાળકોને દીદી ફાઇસટાર માં પાર્ટી થઇ રહ્યાં છે વખાણ


રવિવારે દિવાળી ખુબ જ ધૂમધામથી મનાવવામાં આવી. રોશની ના તહેવાર ને લોકો ખૂબ જ ધૂમધામથી મનાવે છે. દેશના અલગ-અલગ ભાગમાં દિવાળી ની રોનક જોવા મળી ત્યાં જ મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર માં મંત્રી અને કોંગ્રેસ નેતા જીતુ પટવારી એ સૌથી અલગ અંદાજમાં દિવાળી મનાવી. આ અવસર પર તેમણે ફાઈવ સ્ટાર હોટલમાં ગરીબ બાળકોને જમાડ્યા.

જીતુ પટવારી હર વર્ષે મોટી હોટલમાં જઇને ગરીબ બાળકો સાથે દિવાલી મનાવે છે. આ વર્ષે પણ તેમણે ઇન્દોરના રેડીસન હોટલમાં અનાથ અને નિરાશ્રિત બાળકો સાથે દિવાળી મનાવી.

જીતુ પટવારીએ બાળકો સાથે ફાઈવ સ્ટાર હોટલમાં જઇને ખાવાનું ખાધું સાથે જ તેમને ગિફ્ટ પણ આપ્યું. મંત્રીએ કહ્યું કે તેમનો દીકરો હોસ્ટેલમાં રહે છે. તેમનો ફોન આવ્યો કે આજે દિવાળી છે શું આપણે બાળકો સાથે હોટલમાં સેલિબ્રેશન નહીં કરીએ? તેમની વાત સાંભળીને મેં કહ્યું કે હા જરૂરથી કરીશું ત્યારબાદ હું બાળકો સાથે રેડિશન આવ્યો અને સાથે મેં ભોજન કર્યું.

Post a comment

0 Comments