IAS પ્રાંજલ પાટીલ જેમને રેલવે એ નેત્રહીન હોવાના કારણે નોકરી આપી ન હતી


જો કોઈ કહે કે વગર આંખોએ સપના જુઓ અને પુરા કરી શકો છો? તો હેરાન ન થતા. કેમ કે મહારાષ્ટ્રના ઉલ્લાસનગર ની રહેવાવાળી ૨૮ વર્ષીય પ્રાંજલએ આ વાતને સાબિત કરી દીધી છે. છ વર્ષની ઉંમરમાં આંખોની રોશની ગુમાવનાર પ્રાંજલ ભારતની પહેલી નેત્રહીન મહિલા આઇએએસ ઓફિસર બની ગઈ છે. તેમની નિયુક્તિ કેરલ કેન્ડર માં કરવામાં આવી છે. પ્રાંજલ એ 14 ઑક્ટોબર એ થિરુવનંતપુરમ માં સબ કલેક્ટર નો કાર્યભાર સંભાળ્યો છે.

મીડિયા સાથેની વાતચીત કરતાં પ્રાજલે કહ્યુ કે હું પોતાનું કામ પૂરી ઈમાનદારી ની સાથે કરીશ. માણસ એ ક્યારેય પોતાની હિમ્મત ન હારવી જોઈએ. જો લગન છે તો તમે કંઈ પણ કરી શકો છો. સાથે તેમણે એ પણ કહ્યું કે તેમની કોશિશ રહીશે કે તેમના કાર્યકાળમાં કોઈની સાથે મતભેદ ના થાય.

ત્યાં જ પ્રાંજલ પાટીલ છે જેમને દ્રષ્ટિહીનતા ના કારણે ભારતીય રેલવે નોકરી આપવા માટે ના કહી દીધી. વર્ષ 2016માં પ્રાજલે યુપીએસસીમાં ૭૭૩ મું સ્થાન મેળવ્યું હતું. ત્યારે તેમને ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં નોકરી કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો. પરંતુ ટ્રેનિંગના દરમ્યાન તેમને નોકરી આપવા માટે ઇનકાર કરવામાં આવ્યો હતો. પ્રાંજલ આ વાતને લઈને ખુબ જ દુઃખી થઈ. પરંતુ તેમણે હાર માની નહીં અને વર્ષ 2017માં ફરીથી પરીક્ષા આપીને 124 નું સ્થાન મેળવ્યું હવે તે ઉપ જિલ્લા અધિકારી બની ગઈ છે.

યુપીએસસીની તૈયારી કરવા માટે પ્રાંજલ એ એક ખાસ પ્રકારના સ્ક્રીન રેકોર્ડર સોફ્ટવેરની મદદ લીધી હતી. આ સોફ્ટવેર સાંભળવા અને જોવા માં અસક્ષમ લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે. પ્રાંજલ કહે છે કે તે પહેલા ચોપડી સ્કેન કરીને કમ્પ્યુટરમાં અપલોડ કરતી ત્યારબાદ સોફ્ટવેરની મદદથી તે સાંભળતી. જોઈએ તો આ સરળ બિલકુલ નથી કેમ કે આટલી લાંબી પ્રક્રિયા ના ચાલતાં ક્યારેક-ક્યારેક ચીડ પણ થઈ જાય છે. તેમની સિવાય બીજો કોઈ રસ્તો હતો પણ નહીં.

કાજલ નું ભણતર મુંબઈના દાદર માં સ્થિત શ્રીમતી કમલા મહેતા સ્કૂલમાં થયું છે. જે બ્રેઇલ લિપિમાં શિક્ષા આપવા માટે જાણીતું છે. આ સ્કૂલમાં દસમું પાસ કર્યા બાદ પ્રાંજલ એ ચંદાબાઇ કોલેજમાં બારમું અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ થી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ગ્રેજ્યુએશન માં તેમને પહેલી વાર યુપીએસસીની પરીક્ષાઓ વિશે ખબર પડી ત્યારબાદ થી આઈએએસ બનવા નું સપનું તેમણે દિલમાં ઉતારી લીધું. પોતાના સપના સાથે પ્રાંજલ દિલ્હી પહોંચી ગઈ અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી થી એમએ કર્યું. એમ.ફીલ અને પી એચ ડી પૂરું કર્યું સાથે યુપીએસસીની પરીક્ષાઓ ની તૈયારી પણ કરી.

પ્રાંજલ ની આંખોની રોશની સ્કૂલમાં થી ચાલી ગઈ હતી. જ્યારે છ વર્ષની હતી ત્યારે સ્કૂલ માં એક બાળકે તેમની આંખમાં પેન્સિલ થી ઘાયલ કરી હતી. તે આંખની રોશની ચાલી ગઇ હતી. ડોક્ટરે તેમના માતા-પિતાને કહ્યું કે બીજી આંખની પણ રોશની ચાલી જઈ શકે છે અને થયું પણ કંઇક એવું જ. થોડા જ દિવસોમાં પ્રાંજલ એ પોતાની બન્ને આંખો ગુમાવી દીધી. જોઈએ તો પ્રાંજલ ની આંખોએ ભલે પોતાની રોશની ગુમાવી દીધી હતી પરંતુ પ્રાંજલ ના વિચારો એ હંમેશા તેમના રસ્તા પર રોશની રાખી છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments