પોલ્યુશન થી બચવા માટે અપનાવો આ ઘરેલુ ટિપ્સ રહેશો તંદુરસ્ત


દિવાળી પછી દિલ્હીમાં પોલ્યુશન છવાઈ ગયું છે. લગાતાર પોલ્યુશન ના વધતા સ્તરના ચાલતા લોકો ને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ ગઈ છે. ઘણા લોકોને આંખોમાં બળતરા, પાણી આવવું તેમજ ગળામાં ખારાશ જેવી સમસ્યા થઈ રહી છે. તમે પણ જો પ્રદુષણ થી બચવા માંગતા હોવ તો તમે અપનાવી શકો છો આ ઘરેલુ નુસ્ખાઓ.

પ્રદુષણના કારણે આપણું લોહી દુષિત થાય છે તેને સાફ કરવા માટે તમે દાડમ ખાઈ શકો છો. જે તમારું લોહી શુદ્ધ કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.

પ્રદૂષણના ચાલતા ઘણા લોકોને શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ પડે છે. તેમને બચાવવા માટે વરાળ ઘણી ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે યુકેલિપ્ટસ અથવા તો ફુદીનાના ત્રણ-ચાર ટીપા પાણીમાં નાખી દો તેનાથી તમારું બંધ નાક ખૂલી જશે.

લીમડો પ્રદૂષણને અવશોષિત કરવાનું કામ કરે છે. તેને પાણીમાં ઉકાળીને વાપરવામાં આવે તો ત્વચા તેમજ વાળ સારા થાય છે.

ઘરની હવાને શુદ્ધ કરવા માટે તુલસીનો છોડ લગાવો તે પ્રદુષણના કણો ને શોષી લે છે. તેના સિવાય રોજે 10 થી 15 ml તુલસી રસ પીવાથી સ્વસન તંત્ર તંદુરસ્ત રહે છે.

હળદરના ઔષધિ ગુણ પ્રદૂષણના ખરાબ પ્રભાવ થી ફેફસા ને બચાવવામાં મદદ કરે છે. હળદરને ઘી સાથે ખાવાથી ઉધરસ તેમજ અસ્થમા માંથી રાહત મળે છે.


મેથી તેમજ સરસોના બીજ ને ખાવાથી વાયુ પ્રદુષણ થીઆપણા શરીરમાં જે તકલીફ પડી રહી છે તેમને ખતમ કરે છે.

ગાજરમાં બીટા-કેરોટિન નામનું તત્વ હોય છે. આ પ્રદૂષણના કારણે થતી બળતરાને ઓછી કરવામાં મદદ કરે છે.

પ્રદૂષણના દુષ્પ્રભાવથી બચવા માટે મૂળા ના પાંદડા ખાવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી ઇમ્યુનિટી માં વધારો થાય છે.

પોલ્યુશન થી બચવા માટે વિટામીન સી પણ પર્યાપ્ત માત્રામાં લેવું જોઈએ. એટલા માટે લીંબુ આંબળા તેમજ જમરૂખ ખાવા. તેમાં રહેલ ફાઇબર શરીરને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

Post a comment

0 Comments