એક વૃદ્ધ રાજાને સંતાન સુખ મળ્યું ન હતું એટલે ગુરુએ રાજાને કહ્યું કે તમે કોઈ પણ યોગ્ય વ્યક્તિને પોતાનો પુત્ર બનાવી લો ઘણી શોધ કર્યા પછી રાજાએ એક ભિખારીને તેમનો ઉત્તરાધિકારી બનાવી દીધો અને


એક નગરમાં એક રાજા રહેતો હતો. જે ખૂબ જ વૃદ્ધ થઈ ચૂક્યો હતો. પરંતુ તેમને કોઈ સંતાન ન હતું. હવે રાજાને ચિંતા સતાવવા લાગી હતી કે તેમના મૃત્યુ પછી રાજ્ય અને પ્રજાને કોણ સંભાળશે. રાજાએ ચિંતા પોતાના ગુરૂને કહી તો ગુરુએ કહ્યું કે રાજન તમે કોઈ યોગ્ય વ્યક્તિને તમારો પુત્ર બનાવી લો.. રાજા ગુરુની વાત ને સમજી ગયા અને યોગ્ય વ્યક્તિ ની તલાશ માં લાગી ગયા.

થોડા દિવસો પછી રાજા ની ચિંતા વધી ગઈ. કેમકે તેમને કોઇ યોગ્ય વ્યક્તિ મળી રહ્યો ન હતો. રાજા નું માનવું હતું કે તેમનો ઉત્તરાધિકારી એ જ હશે જે બીજાના દુખને દૂર કરવા માટે પોતાનું સુખ ને ત્યાગ કરતો હોય. એક દિવસ રાજા પોતાના મહેલની બારી ઉપર ઉભેલા હતા ત્યારે તેમને એક ભિખારી જોવા મળ્યો જેમની સામે થોડીક રોટલીઓ પડી હતી.

તે રોટલી ખાવા જઈએ જ રહ્યો હતો. પરંતુ તેમને એક વૃદ્ધ વ્યક્તિ આવીને તેમની પાસે ખાવાનું માંગવા લાગ્યો, તો તે ભિખારીએ પોતાની રોટલી ઉઠાવીને તે વૃદ્ધ આદમી ને આપી દીધી. આ બધું જ જોતાં રાજાએ તે ભીખારીને પોતાના મહેલમાં બોલાવ્યો અને ઊંચા આસન પર બેસવાનું કહ્યું. ભિખારી આસન પર નહીં પરંતુ નીચે બેસી ગયો.

રાજાએ ભિખારીને કહ્યું કે હું તને આ રાજ્યનો ઉતરાધિકારી બનાવવા માગું છું. તે વ્યક્તિએ રાજાને કહ્યું કે મહારાજ હું તમારું રાજ્ય ના લઈ શકુ તેજ સાચો ધર્મ છે, તે જ મોક્ષનો માર્ગ છે. રાજાએ ભિખારીને કહ્યું કે હું એટલા માટે જ તને આ રાજ્યનો ઉત્તરાધિકારી બનાવવા માગું છું અને તેમના માટે પોતાનું સુખ પણ ત્યાગ કરી શકે છે તે જ રાજા નો સૌથી મોટો ગુણ છે.

શીખ

જે વ્યક્તિ સૌથી વધુ બીજાના દુઃખ ને મહત્વ આપે છે તે જ વ્યક્તિ શ્રેષ્ઠ હોય છે અને આવા લોકોને બધી જગ્યાએ માન-સન્માનની પ્રાપ્તિ થાય છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments