સુરતના જોષી પરિવાર પર દુ:ખના ડુંગરો તૂટ્યા, નારયણબલી કરતા ત્રણ કુળદીપકો નર્મદામાં ડૂબ્યા


નાંદોદ તાલુકાના પોઇચા ખાતે નારણબલી કરવા ગયેલા સુરતના જોષી પરિવારના ત્રણ કુળદીપકો નર્મદા નદીમા સ્નાન દરમિયાન ઉંડા પાણીમાં ડૂબી ગયા હતાં. નર્મદા નદીમાં ડૂબેલા ત્રણે યુવાનોની સ્થાનિક તરવૈયા અને રેસક્યુ ટીમ દ્વારા શોધખોળ ચાલી રહી છે.

ચાંદોદ - પોઇચા ખાતે નર્મદા નદીના કિનારે બ્રાહ્મણો દ્વારા અનેક વિધિ કરવામાં આવે છે. ત્યારે આજે સુરત અડાજણના રહેવાશી બે સગાભાઇ સુરેશભાઈ પરશોત્તમભાઇ જોષી અને દિપક પરશોત્તમભાઇ જોષી તેમના પરિવાર સાથે નર્મદા નદીના પોઈચા કિનારે ત્રિવેણી સંગમ ખાતે નારાયણબલીની વિધિ કરાવવા માટે પોતાના પરિવાર સાથે આવ્યા હતાં.

બ્રાહ્મણ દ્વારા નારાયણ બલીની વધી કરાવ્યા બાદ પિંડદાન માટે નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ ખાતે સહ પરિવાર ગયા હતાં. જ્યાં બપોરે ૩ કલાકે ધાર્મિક વિધિ પત્યા બાદ પિંડદાન કર્યુ હતું. આ વિધી બાદ બન્ને ભાઇઓના ૩ છોકરાઓ પરિવાર સાથે નાહવા પડયા હતાં. ત્યારે અચાનક એક છોકરો ડૂબતો હતો. તેને બચાવવા માટે બીજા પણ છોકરાઓ ગયા હતાં. તેઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પિતાની આંખોની સામે એક જ પરિવારના ૩ યુવાનો નર્મદા નદીમાં ડૂબી ગયા હતાં.

આ બનાવમાં નિમેષભાઈ દીપકભાઈ જોશી ( ઉ.વ.28 ) રહે. અડાજણ સરિતા દર્શન એપાર્ટમેન્ટ, વૈભવ દિપકભાઇ જોશી ( ઉ.વ. 25) બન્ન સગાભાઇ અને પિતરાઇ ભાઇ રવિ સુરેશભાઈ જોશી ( ઉ.વ.21) એલપી અવની રાજ કોર્નર ખાતે રહેતા હતાં. અહીં ધાર્મિક વિધિ માટે આખો પરિવાર અહીં આવ્યો હતો અને આ 3 યુવાનો ઉંડા પાણીમાં ડૂબી લાપતા થતા સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

હાલ તો સ્થાનિક તરવૈયા અને રાજપીપલા નગરપાલિકની ટિમ ત્રણેય યુવાનોને શોધી રહી છે. રાજપીપળા ટાઉન પી આઈ આર આઈ રાઠવા અને તેમની ટિમ ઘટનાની જાણ થતા જ સ્થળે પહોંચી ગઇ છે. જો કે, મોડી સાંજ સુધી ડૂબી ગયેલા ત્રણ યુવાનોમાંથી કોઇનો પતો લાગ્યો ન હતો.

Post a comment

0 Comments