વાવાઝોડા પછી હજુ પણ ગુજરાતની આ જગયાએ આગામી 24 કલાક માં ભારે વરસાદ ની આગાહી


'મહા' વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળી ગયું છે. આ વાવાઝોડું ગુજરાતની સાથે ટકરાય તે પહેલા જ ડિપડીપ્રેશનમાં પરિવર્તિત થયું હતું અને ત્યાબાદના 12 કલાકના સમયમાં આ ડિપડીપ્રેશન નબળું થઇને ડીપ્રેશન પરિવર્તિત થયું છે. ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યું છે પરંતુ વાવાઝોડાની અસરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણના કારણે આગામી 24 દરમિયાન હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગાહીને લઇને તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડાની અસરના કારણે ગત રાત્રીના રોજ દાહોદ અને ઉમરગામ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. તો બીજી તરફ વહેલી સવારથી વાતાવરણમાં આવેલા પલટાના કારણે દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતના ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.

વાવાઝોડાની અસરના કારણે પડી રહેલા વરસાદથી દક્ષિણ ગુજરાતના ડાંગરના અને સૌરાષ્ટ્રના ખેડૂતોના મગફળી અને કપાસના પાકને મોટું નુકશાન થયું છે. ખેડૂતો વેચાણ માટે માર્કેટિંગ યાર્ડમાં લઇ ગયલો પાક સુવિધાના અભાવે પલળ્યો અને ભારે વરસાદના કારણે ખેતરના ઉભા પાકને પણ મોટું નુકશાન થયું હતું. ખેડૂતોને થયેલા નુકશાનના કારણે રાજ્ય સરકારે પણ વહેલામાં વહેલી તકે વીમા કંપનીઓને સર્વે કરીને ખેડૂતોને વીમો ચૂકવવા માટે જણાવ્યું છે.

Post a comment

0 Comments