ગુજરાત ની આ રમણીય ત્રણ જગ્યા ઉપર લાગે ફરવા માટે લોકો ની લાંબી લાઈનો જાણો તમે પણ કઈ છે આ જગ્યા


ગુજરાતનો ભાતીગળ વારસો અને તેની વિવિધતા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હોવાથી પ્રવાસન ઉદ્યોગમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યા સતત વધતી જાય છે. પોતાના ભૌગોલિક સ્થાન વિશે વિશ્વભરમાં પ્રખ્યાત ગુજરાતને જોવામાં લોકોની દ્રષ્ટિ જ અલગ હોય છે.

જૂનાગઢ- નાગરીયો પથ્થર

જૂનાગઢનાં પવિત્ર ગિરનારની નજીક દાતાર નામનો પર્વત આવેલો છે. અહીંના નગારીયા પથ્થર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ પહાડનાં પથ્થર પર અન્ય વસ્તુ અથડાય તો નગારા વાગતો હોય તેવો અવાજ આવે છે.

તુલસીશ્યામ-રહસ્યમય ઢાળ

ગુજરાત રાજ્યનાં અમરેલી જિલ્લામાં આવેલું તુલસીશ્યામનું જંગલ એશિયાઈ સિંહોના વસવાટ માટે જગવિખ્યાત છે. તુલસીશ્યામથી ફક્ત ત્રણ કિલોમીટર દૂર એક રહસ્યમય રસ્તો આવેલો છે. છેલ્લા થોડા સમયથી આ રસ્તો ઘણો ચર્ચામાં રહ્યો છે. તુલસીશ્યામ નજીક આવેલા આ રોડની ખાસીયત એ છે કે, અહીં ઢાળમાં તમે ગાડીને બંધ કરી દો તો પણ ગાડી નીચે આવવાની જગ્યાએ ઉપરની તરફ ચાલવા માંડે છે. આ ઢાળમાં પાણી નાંખો તો પણ નીચે આવવાને બદલે ઉપર જશે. ગુજરાત આવતા અનેક પ્રવાસીઓ ખાસ તુલસીશ્યામના આ રસ્તાના રહસ્યને જોવા માટે મુલાકાત લે છે.

તુવા ટીંબા- ગરમ પાણીનાં કુંડ

ગુજરાતનાં ગોધરાથી આશરે 15 કિલોમીટરનાં અંતરે આવેલું તુવા ટીંબા ગરમ પાણીના કુંડ માટે જાણીતું છે. કહેવાય છે કે અહીંના કુંડનું પાણી હંમેશા ગરમ જ રહે છે અને ક્યારેય સુકાતુ પણ નથી. આ રહસ્યનાં કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે ભગવાન રામે અહીં યાત્રા કરી હોવાનું કહેવાય છે. જો કે ગરમ પાણી અંગેનું રહસ્ય હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments