ગુજરાતના એક મહિના પછી આજે સખત રીતે લાગુ થશે ટ્રાફિક ના નિયમો


ગુજરાતમાં આજથી 1 નવેમ્બર થી ટ્રાફિકના નિયમોનું સખત રીતે લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા નવા નિયમ ૧૬ સપ્ટેમ્બર થી લાગુ થઈ ચૂક્યા છે. પરંતુ ગુજરાતમાં ટ્રાફિક નિયમ લાગુ થયા બાદ રાજ્ય સરકારે એક મહિનાની છૂટ આપી હતી.

 જે ૧ નવેમ્બરે પૂરી થઈ ગઈ. ટ્રાફિક ના નિયમો થી બચવા માટે ઘણા લોકો ઈલેક્ટ્રીક બાઇક લઇને રસ્તા પર નીકળ્યા જેણે હેલ્મેટ પહેરેલું ન હતું અને ઘણા લોકો પાસે લાયસન્સ પણ હતું નહીં.

સુરતમાં આવા ઈલેક્ટ્રિક વાહન ચાલાક ઉપર પણ કાર્યવાહી કરી જેમને લાગ્યું હતું કે ઈલેક્ટ્રીક વાહનો આ નિયમોમાં નથી આવતા. કેમકે ઈલેક્ટ્રીક બાઈક 50cc થી વધુ નીચે હોય તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવી.

ત્યાં જ થોડાક લોકો ટ્રાફિક પોલીસ સાથે લડતા પણ નજર આવ્યા જેમની પાસે વાહન ચલાવતા સમયે લાઇસન્સ હતું નહીં અને વાહનોના કાગળિયા પણ હતાં નહીં અને એવા લોકો પણ પકડાયા જેમણે પહેલેથી ચલન ભરેલું હતું.

નવું મોટર વ્હીકલ એક્ટ લાગ્યા પછી ચલણ અને તેની રાશી વધી ગઈ છે. ચલાણ ની રાશી 10 20 ગણિ વધારી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયની આલોચના પણ કરવામાં આવી ચુકી છે. આવા લોકોની આલોચના ને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારે વાહનચાલકોને રાહત આપવા મોટર વ્હીકલ બિલ લાગુ કર્યો છે.

રાજ્ય સરકારે ચલણ ની રાશી ઓછી કરવાની ઘોષણા કરી છે. સરકાર તરફથી નિર્દેશ જારી કરવામાં આવ્યું છે કે પહેલીવાર વગર લાઇસન્સે, આરસીબુક, પીયુસી, વીમા જેવા દસ્તાવેજો ના મામલામાં 500 રૂપિયા સુધી નો જુર્માનો લગાવવામાં આવે. જો બીજી વાર આ ભૂલ થાય તો પંદરસો રૂપિયા ની જગ્યાએ હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવે તેવો નિર્દેશ કરવામાં આવ્યો છે.

એવી જ રીતે નો પાર્કિંગ માં પાર્કિંગ વાહન ચલાવતા સમયે, મોબાઇલ પર વાત કરવી, કાચ ઉપર ડાર્ક ફિલ્મ લગાવવા પર નિયમ લાગુ કરવામાં આવ્યા છે. હેલમેટના પહેરવા પર હજાર રૂપિયા ના દંડ ના પ્રાવધાન ની જગ્યાએ રાજ્ય સરકારે પાંચસો રૂપિયાનો રાખ્યો છે. કાર ચલાવતી વખતે સીટબેલ્ટ નહીં લગાવવા પર 1000 રૂ દંડ લગાવવો જોઈએ જેને એ ઘટાડીને પાંચસો રૂપિયાનો દંડ કરી દેવામાં આવ્યો છે.

Post a comment

0 Comments