આ ને કહે છે ગરીબો નો ભગવાન, 400 લોકોને રોજે કરાવે છે ભોજન, જાણો તેની પાછળ નું કારણ...


આજે અમે તમને જે વ્યક્તિ વિષે કહેવા જઈ રહ્યા છીએ તેમનું નામ છે સઇદ મકસુસી. તે હૈદરાબાદ માં રહે છે. દરરોજ ઘર વગરના લોકો, ભિખારી, કચરો લેવા વાળા વ્યક્તિ તેમજ મજુર ને સઇદ ની રાહ હોય છે. કારણ એ છે કે સઇદ દરરોજ 400 લોકોને ભરપેટ ભોજન કરાવે છે. સઇદ એ આ કામ ની શરૂવાત 2012 માં કરી હતી અને આ કામ ત્યારથી લઈને આજ સુધી ચાલુ છે.


પિતાના મૃત્યુ પછી તેમનો પરિવાર ને ઘણીવાર ભૂખ્યા પેટે સૂવું પડ્યું છે. પરિવાર ની જિમ્મેદારી તેમના ઉપર આવતાની સાથેજ તેમને નાની ઉમરમાંજ કામ કરવાનું શરુ કરી દીધું હતું. એક દિવસ જયારે તે કામ કરીને પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેમની નજર એક મહિલા ઉપર પડી જે ભૂખ્યા પેટ એ પોતાના બાળકો સાથે રસ્તાના કિનારે બેઠી હતી અને ખાવા માટે લોકો પાસે પૈસા માંગી રહી હતી.નજર પડતા ની સાથેજ તે મહિલા પાસે ગયા અને તેમના પૈસા થી તેમને ખાવાનું આપ્યું. ખાવાનું ખવરાવ પછી તેને તે મહિલા ના ચહેરા ઉપર એક અજબ ની ખુશી જોવા મળી જે તેના દિલ ને અડી ગઈ.


ત્યારબાદ તેને એ નક્કી કરી લીધું કે તે રોજે ભૂખ્યા લોકોને ભીજ્ન કરાવશે. તે બધાના ચહેરા ઉપર તેવીજ ખુશી લાવશે જેવી ખુશી તે મહિલા ના ચહેરા ઉપર જોઈ હતી.

Post a comment

0 Comments