આંગળા ચાટતા રહી જશો, રીતે બનાવો ફરાળી સાબુદાણા ની ખીચડી


આપણે ત્યાં ઉપવાસ અને ફરાળ હોય ત્યારે મોટાભાગે સાબુદાણાની ખીચડી, સુકીભાજી બનાવવામાં આવે છે. જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે આપણે સાબુદાણાની ખીચડી બનાવતાં શીખીશું.

સાબુદાણાની ખીચડી બનાવવાની સામગ્રી


  • 200ગ્રામ સાબુદાણા
  • 250 ગ્રામ બટાકા
  • 100ગ્રામ સીંગદાણા
  • લીલા મરચાં 5થી 6 નંગ
  • જીરું એક ચમચી
  • ખાંડ બેથી ત્રણ ચમચી
  • એક લીંબુનો રસ
  • ઝીણા સમારેલા લીલા ઘાણા એક કપ,
  • લીમડાના પાંચ છ પાન
  • મીઠુ સ્વાદ મુજબ અને તેલ


સાબુદાણાની ખીચડી બનાવવાની પદ્ધતિ

સાબુદાણાને રાત્રે પલાળી મૂકવા, તેમાં પાણી અડધો કપ જેટલુ જ રહેવા દેવુ. સવારે સાબુદાણા ફૂલી જશે. સીંગદાણા સેકીને છોલી લો અને તેને મિક્સરમાં વાટી લો. બટાકાને બાફીને છોલી લો અને તેને મધ્યમ સાઈઝમાં કાપી લો. સાબુદાણાની અંદર સીંગદાણાનો ભૂકો, મીઠુ અને ખાંડ મિક્સ કરી રાખો. એક કડાઈમાં તેલ ગરમ કરો.

તેમા જીરુ અને લીમડો નાંખો. પછી તેમા સમારેલા લીલા મરચા નાખી સૌ પ્રથમ બટાકા નાખો. બટાકા સાધારણ સાંતળ્યા પછી તેમા સાબુદાણાનુ મિશ્રણ નાખી દો. સાધારણ પાણીનો છટકાવ કરીને સાબુદાણા 5 મિનિટ માટે ઢાકી મૂકો. લીંબુનો રસ નાખી હલાવો અને સમારેલા ધાણા ભભરાવી ગેસ પરથી ઉતારી લો. કોથમીર અને ગરમ મસાલો નાંખો.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments