દુલ્હને ચહેરો દેખાડવા ની રસમ માં માંગી એવી વસ્તુ તો વરરાજાએ કહ્યું - "તમે તો દિલ જીતી લીધું"


એક છોકરી જ્યારે પોતાનું ઘર છોડીને વિદાય થઈને તેમના સાસરિયે જાતી હોય છે તો તે ત્યાંથી ઘણી બધી અપેક્ષા કરવામાં આવે છે. સાસરીયા વાળા ઘણા પ્રકારની ઉમ્મીદો લગાવતા રહે છે પરંતુ ત્યારે શું જ્યારે સાસરે આવતા પહેલા ખુદ દુલ્હન પોતાની શરત રાખી દે?

વારાણસીમાં એક દુલ્હન સાસરિયામાં એન્ટ્રી થી પહેલા પતિ અને સાસરીયા વાળા પાસે અનોખી ચીજ માંગી લીધી. દુલ્હનને કહ્યું કે હું ઘરની અંદર પગ રાખતા પહેલા એક વૃક્ષ લગાવવા માંગું છું અને આ ફરમાઈશ ઉપર આખું ઘર હેરાન રહી ગયું. પરંતુ આ અનોખી માંગ થી સાસરીયા વાળા ખુશ પણ ખૂબ જ થયા જેના પછી વર અને વધુ એક ઘરની બહાર એક કેરીનું વૃક્ષ લગાવ્યું.

વર અભિષેક કહે છે કે લગ્ન વિવાહ બધું જ સારી રીતે સંપન્ન થયા પછી વિદાય પણ સારી રીતે થઇ હતી.

રસ્તામાં પાછા ફરતા સમયે નિધિએ મને પૂછ્યું હતું મને શું ગિફ્ટ આપવાના છો? તે સમયે અભિષેક કન્ફયુઝ થઈ ગયો હતો. તેમણે નક્કી કર્યું હતું કે કોઈપણ સારી જ્વેલરી ગિફ્ટ કરીશ પરંતુ જ્યારે વધુ ઘરે પહોંચ્યા તો મેડમ એ હેરાન જ કરી દીધા.

તેણે એવી ડિમાન્ડ કરી જેને સાંભળીને અભિષેક હેરાન પણ હતા અને ખુશ પણ. તેમણે આવું વિચાર્યું ન હતું કે વધુ વૃક્ષ લગાવવાની ડિમાન્ડ આવા મોકા ઉપર કરશે. નિધિએ આટલો પ્યારો મેસેજ આપીને મારું જ નહીં પરંતુ આખા પરિવારનું દિલ જીતી લીધું.

તમને કહી દઈએ કે આ કિસ્સો કાશીના સોલાપુર બ્લોકનો છે. રાજગરા ગામના અભિશેક પાંડે ના લગ્ન મિરઝાપુર ની રહેવાવાળી નિધિ સાથે થયા. વિદાય પછી નિધિ પોતાના પતિ સાથે સાસરિયામાં પહોંચી અને ઘરમાં એન્ટ્રી થી પહેલા તેમણે એક વૃક્ષ લગાવવાની માંગ કરી. વહુની આ માંગ સાંભળીને એકવાર તો બધા જ વિચારમાં પડી ગયા પરંતુ પોતાની વહુ ની આ શાનદાર વિચારધારાથી બધા લોકો ખુશ પણ થયા અને માંગ પૂરી કરતા ઘરની બહાર એક કેરીનું વૃક્ષ લગાવ્યું.

નિધિ કહે છે કે મારા લગ્ન પર્યાવરણ દિવસ વાળા દિવસે થયા. પરંતુ અમે વૃક્ષ લગાવી શક્યા નહીં. મેં સમાજને મેસેજ આપવા માટે આવું કર્યું. નિધિ ના સસરા શ્યામ બિહારી કહે છે કે વહુને વાત સાંભળીને પહેલા તો અમે લોકો થોડા હેરાન રહી ગયા હતા. જ્યારે તેમણે અમને સમજાવ્યું એક વૃક્ષ થી લાખો વૃક્ષ અને લોકોના વિચાર ધારા બદલ છે તો અમે લોકો પણ વૃક્ષો લગાવવા માટે તૈયાર થઈ ગયા.


Post a comment

0 Comments