આ રીતે તારક મહેતા શો માં પરત આવી શકે છે દેયાબેન, શો માં થશે...


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં લોકપ્રિય બનેલી એક્ટ્રેસ દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી શૉમાં નજરે નથી આવી. મેટરનીટી લીવ પર ગયા બાદ તે શૉમાં પરત નથી આવી. ઘણીવાર દિશા શૉમાં પરત આવશે તેવી ખબરો આવી ચુકી છે પરંતુ દર્શકોના હાથે ફક્ત નિરાશા જ લાગી છે. હવે ફરી એકવાર દિશાની તારક મહેતામાં ઓનસ્ક્રીન પતિ જેઠાલાલ માટે વાપસી થશે તેવા અહેવાલ છે.


જાણવા મળી રહ્યું છે કે દિશા વાકાણી એક એપિસોડ માટે શૉમાં વાપસી કરી શકે છે. જ્યાં તે પોતાના પતિ જેઠાલાલ સાથે વીડિયો કૉલ પર વાત કરતી નજરે આવશે. અપકમિંગ એપિસોડમાં બાગા જેઠાલાલને પોતાના સપના વિશે જણાવશે. બાગાના સપના અનુસાર, જેઠાલાલ બિમાર થઇને પથારીવશ થઇ જશે. બાગા જેઠાલાલને ડરાવતા કહેશે કે તેનું સપનું હકીકત બની જશે.

આવી સ્થિતિમાં જેઠાલાલ વિચારે છે કે કાશ દયાબેન તેની સારસંભાળ રાખવા માટે ત્યાં હોત. જો બાગાનું આ સપનું હકીકત બની જાય તો દર્શકો ફરી એકવાર દયાબેનને જોઇ શકશે. ફેન્સનું કહેવું છેકે બાગાનું સપનુ મકર્સ તરફથી દિશા વાકાણીની વાપસીનો સંકેત છે. જણાવી દઇએ કે દિશા વાકાણીની ગેરહાજરીથી શૉની ટીઆરપી પર ઘણી અસર થઇ છે.


આ વચ્ચે શૉમાં અન્ય એક પાત્રએ પણ શૉને અલવિદા કહી દીધું છે. બાવરીના રોલથી ફેમસ થયેલી એક્ટ્રેસ મોનિકા ભદોરિયાએ ઓછી ફી મળવાના કારણે શૉને અલવિદા કહી દીધું છે. રિપોર્ટ્સ અનુસાર તે પોતાની ફીથી સંતુષ્ટ ન હતી. તેણે મેકર્સ સાથે ફીને લઇને વાત પણ કરી હતી. પરંતુ તેનું કોઇ નિવારણ ન આવતાં આખરે તેણે શૉ છોડવાનો નિર્ણય લીધો.

Post a comment

0 Comments