જાણવા માંગતા હતા પૃથ્વી નું રહસ્ય, એટલા માટે ખોદી નાખ્યો એટલા કિમિ ખાડો


રુસ માં એક જગ્યા છે જ્યા દુનિયા નો સૌથી ઊંડો ખાડો એટલે કે બોરવેલ છે. કોલા સુપરદીપ બોરહોલ નામનો આ ખાડો 1970 માં રુસ ના વૈજ્ઞાનિક એ શરુ કર્યો હતો. આ ખાડાને કરવાનું મુખ્ય કારણ અમેરિકી વૈજ્ઞાનિક ને ચુનોતી કરવાનું હતું. અને સાથે સાથે પૃથ્વી ની ઊંડાઈ ના વિષે અજાણી વાતો ને જાણવાનું હતું.

વૈજ્ઞાનિક એ લગાતાર 19 વર્ષ સુધી તેનું ખોદકામ કર્યું અને અંત 19 વર્ષ ની કઠિન પરિશ્રમ પછી વૈજ્ઞાનિક 12.24 કિમિ ઊંન્ડાઈ (40,230 ફૂટ) સુધી પહોંચી ગયા. આ એક એવી ઊંડાઈ છે જેમાં 240 ફૂટ એ 167 કુતુંમ્બ મિનાર ને આસાની થી કવર કરી શકાય છે. આ ખોદકામ ને સફળ રીતે કરવા માટે યુરાલમસ નામ ની એક વિશાલ ડ્રિલિંગ મશીન બનાવામાં આવી હતી. જે કોઈ પણ સ્થિતિ માં ડ્રિલ કરવા માટે સક્ષમ હતી. મલ્ટી લેવલ ડ્રિલિંગ સિસ્ટમ વાળી આ મશીન નું લક્ષ ઊંડાઈ 15,000 મીટર (49000 ફૂટ) હતી.


વર્ષો ની મહેનત પછી, જયારે રુસ વૈજ્ઞાનિક 262 મીટર (40,230 ફૂટ) ની ઉંડાઇ એ પહોંચ્યા, તો મશીન એ કામ કરવાનું બંધ કરી દીધું. જયારે વૈજ્ઞાનિક એ તાપમાન ને માપ્યું તો તેમના હોશ ઉડી ગયા. ત્યારે તે સમયે જમીન નું તાપમાન 180 ડિગ્રી સેલ્સિયસ હતું. એટલુંજ નહિ પરંતુ તાપમાન માં લગાતાર વધતું જઈ રહ્યું હતું. આ જોતાંની સાથેજ તરતજ કામ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો. ત્યારે વૈજ્ઞાનિક એ આ હોલ નું નામ ડોર ટુ હેલ નામ આપ્યું. ત્યારબાદ તેમના વિઘટન પછી સોવિયત સંઘ ના ખોદકામ ને ફરીથી શરુ કરવામાં ના આવ્યું.

ભૂમિ માં 12 કિલોમીટર ના ખોદકામ કરવું તે કોઈ આશ્ચર્ય થી ઓછું હતું નહિ, પરંતુ તમને તે જાણીને નવાઈ લાગશે કે આ સતહ પૃથ્વી ના કોર સુધી ની ઊંડાઈ ના 0.2 ટકા પણ નથી. આપણા પૃથ્વી ની નીચેની કોર 6371 કિમિ નીચે છે. ત્યાં સુધી પહોંચવાની કલ્પના કરવી પણ બેકાર છે. એટલા માટેજ કહેવામાં આવ્યું છે કે પૃથ્વી ની ઊંડાઈ તેમજ આકાશ ની ઉંચાઈ માપવી મુશ્કેલજ નહિ પરંતુ  નામુમકીન છે.


Post a comment

0 Comments