લગ્નની પહેલી એનિવર્સરી મનાવવા તિરુપતિ પહોંચ્યા દીપવીર, સુંદર સાડી અને ઘરેણા થી સજેલી દીપીકા દેખાઈ છે ખુબ જ સુંદર


બોલીવૂડના સૌથી પરફેક્ટ અને પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ નવેમ્બર 2018 એ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ વર્ષે તેમની પહેલી એનિવર્સરી છે. એવામાં પહેલી એનિવર્સરી ને કંઈક ખાસ બનાવવા માટે બંને પોતાના પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ ઉપર કેમેરામાં કેદ થયા હતા. જો તમને પણ નથી ખબર કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની વેડિંગ એનિવર્સરી પ્લાન શું છે તો આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા કહેવા જઈ રહ્યા છીએ.


લગ્ન પહેલા પહેલી એનિવર્સરી મનાવવા તિરુપતિ પહોંચ્યા દિપવીર

જાણકારી માટે કહી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પોતાના પૂરા પરિવાર સાથે તિરુપતિ પહોંચી ચૂક્યા છે અને હાલમાં જ તેમને મંદિર પાસે સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન દીપિકા પાદુકોણ લાલ સાડીમાં નજર આવી અને માથા પર સિંદૂર અર્પણ લાગેલું હતું. ત્યાં રણવીર સિંહ હર વખતની જેમ આ વખતે પણ પોતાની બેગમ સાથે ઘણાં જ ખુશ નજર આવી રહ્યા હતા.


તિરુપતિ બાલાજીના દર્શન પછી બંને પદ્માવતી ના દર્શન પણ કરશે. ત્યારબાદ કાલે એટલે કે ૧૫ નવેમ્બર એ પૂરો પરિવાર સાથે દીપિકા અને રણવીર સિંહ અમૃતસર સુવર્ણ મંદિર માં માથું ટેકવવા માટે રવાના થઇ જશે અને તેજ તારીખે મુંબઈ પાછા ફરશે.


વાયરલ થઇ રહેલી આ તસવીરમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ના વચ્ચે ગજબની બોન્ડિંગ જોવા મળી રહી છે અને તે બંને વર વધુ ના લુકમાં ખૂબ જ સુંદર નજર આવી રહ્યા છે. ઘરેણા થી સજેલી દીપિકા પાદુકોણ પર તમારી પણ નજર ટકી રહેશે અને આ પહેરવેશમાં તે કોઈ પરીથી ઓછી લાગી રહી ન હતી.


ગયા વર્ષે આ બંનેના લગ્નના ધૂમધામથી થયા હતા અને લગભગ ૧૭ કરોડનો ખર્ચ પણ થયો હતો. સોશિયલ મીડિયા પર લગ્નના ફોટા ચોરોથી વાયરલ થયા હતા. ઇટાલી મા આ બન્નેએ લગ્ન કરીને મુંબઈમાં અલગ અલગ જગ્યા પર રિસેપ્શન રાખ્યું હતું ઘણા વર્ષો સુધી બંને એકબીજાને ડેટ કર્યા પછી બંને લગ્નના બંધનમાં જોડાયા હતા.

જો વાત કરવામાં આવે ફિલ્મોની તો આ જોડી જલ્દી જ કપિલદેવની બાયોપિક ફિલ્મ 83 માં નજર આવશે. તેમના સિવાય દીપિકા પાદુકોણ પોતાની આવનારી ફિલ્મ છપાક ને લઈને સુર્ખિયોમાં છે.

તમે અમારો આ લેખ રોજની ખબર - RojniKhbar.in ના માધ્યમ થી વાંચી રહયા છો.અમારા આ લેખ ને વાંચવા બદલ અમારી ટીમ આપનો આભાર માને છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો વધુ માં વધુ શેર કરી ને લોકો સુધી પહોંચાડો અને તમારો પ્રતિભાવ અમને જણાવો.....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ લિંક ઉપર ક્લિક કરી ને લાઈક કરી શકો છો.

Post a comment

0 Comments