તારક મહેતા શો માં બાપુજી ની તબિયત લથડી, હવે એન્ટ્રી થઇ શકે છે દયાભાભી ની...


ટીવીના સૌથી પોપ્યુલર શોમાંથી એક તારક મહેતા કા ઉલટા શોને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. જેમા દયા બેન એકવાર ફરીથી ગોકુલધામમાં જોવા મળી શકે છે. ગત કેટલાક એપિસોડમાં જેઠાલાલ સતત આ વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે કે દયા વગર જીંદગી બેકાર થઇ ગઇ છે. આખુ ઘર અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.

સુત્રો અનુસાર જેઠાલાલના પિતા એટલે ચંપક કાકની તબિયત ખૂબ ખરાબ થઇ જશે જે બાદ દયાબેનને અમદાવાદથી ગોકુલધામ પરત ફરવા મજબૂર થવું પડેશે. શોમાં બતાવવામાં આવશે કે ચંપક કાકાની તબિયત ખૂબ ખરાબ થઇ જાય છે અને જેઠાલાલને દયાબેનની ખોટ વર્તાય છે. જેઠાલાલ હાલત ખરાબ થાય છે ત્યારે દયાબેનની એક વખત ફરીથી શોમાં એન્ટ્રી થઇ જશે. જેને જોઇ જેઠાલ લાલની ખુશીનું ઠેકાણું રહેતું નથી.

જો શોમાં દયાબેનનની વાપસી થાય છે તો ગોકુલધામની સાથે-સાથે દર્શકોમાં પણ ખુશી જોવા મળે છે. કારણકે ફેન્સ પણ ઘણા સમયથી દયાબેનની રાહ જોઇ રહ્યા છે. જ્યારે તે ગત એપિસોડની વાત કરીએ તો આ સમયે તારક મહેતાના ચંપક કાકાના ચશ્મા ખોવાઇ જવાથી શોની કહાનીમાં મજેદાર વળાંગ આવી ગયો છે. જેઠાલાલની ભૂલના કારણથી પિતાને ચશ્મા વગર રહેવું પડે છે.

જેઠાલાલ પહેલાથી જ ઘરની હાલતને લઇને ચિંતિત રહે છે એવામાં તેને બાઘાનો ફોન આવે છે. અને તે તેમના સપના અંગે કહે છે કે તેન સપનામાં દેખાયું કે બાપુજીની તબિયત ખૂબ ખરાબ થઇ ગઇ છે અને પથારીમાંથી ઉઠી શકતા નથી બાધાની વાત સાંભળીને જેઠાલાલ બાપુજીના રૂમમાં તેમની સાથે સૂઇ જવાનો નિર્ણય કરે છે. હવે જોવાનું રસપ્રદ રહેશે કે દયાબેનની શોમાં વાપસી થશે કે નહીં?

Post a comment

0 Comments