જાણો રાશિફળ અનુસાર કેવો રહેશે તમારો આજનો દિવસ, દૈનિક રાશિફળ 22 નવેમ્બર 2019


મેષ

ઘણી લાંબ વાટ જોયા પછી કાનૂની લડાઈનો ફેસલો આપની તરફેણમાં આવશે. હવે આપ નિરાંતે બેસી રહી શકશો. આપના વકીલની સલાહ હવે કામ આવશે. પરિસ્થિતિને ધ્યાનથી સમજો અને આવશ્યક પગલું લેજો. હવે આ કાનૂની મુદ્દાને હવે પુરી રીતે ખત્મ કરી દો.

વૃષભ

આપની વાત કરવાની કળા અને દૃઢ નિશ્ચય આજે આપને અનેક સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરશે. જ્યારે આપને સફળતા મળશે તો આપ જાણુ શકશો કે આ તત્વોનું આપના જીવનમાં કેટલું મહત્વ છે. આખરે આપને એજ મળી જશે જેની આપને જરૂર છે.

મિથુન

અત્યારે ઉચ્ચ અધિકારીઓથી કોઈપણ ઝઘડો કરવાથી બચજો. ખાસ કરીને જ્યારે આપે એમનાથી કોઈ ખાસ કામની મંજુરી લેવાની છે. કારણકે સત્તાવાળાઓ પાસેથી કામ કઢાવવું ખૂબજ મુશ્કેલ હોય છે. આપે આ વખતે ખૂબજ સાવધાન રહેવું જોઈશે.

કર્ક

આપના તેજ દિગામથી આપ કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી દેશો જે આપને ઘણાં સમયથી મુંજવી રહી હતી. આજે આપની બૈદ્ધિક ક્ષમતા અને યોગ્યતા રોચ પર છે. આજે આપ મુશ્કેલી મુશ્કેલ કામ સ્હેલાઈપૂર્વક ઉકેલી લેશો.

સિંહ

આજે કદાચ પોતાને પોતાની ઈચ્છાઓ અને જવાબદારીઓ વચ્ચે ફસાયેલા કામજશો. એક તરફ આપ સામાજીક સમારોહમાં આગળ વધીને ભાગ લેવા ચાહશો તો બીજી તરફ આપે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપ પોતાનું કામ પણ સમયસર પુરૂં કરો. આ સંતુલન બનાવી રાખવામાં આપને કદીએ મુશ્કેરી આવી ન હતી. તો પછી વિલંબ શા માટે બધાને ખુશ રાખો.

કન્યા

અદાલત સંબંધિત મુદ્દાઓ પરનો ફેસલો આજે આપના તરફેણમાં થઈ શકે છે. સદ્ભાગ્યે ઉચ્ચઅધિકારી આજે આપનો સાથ આપશે જેથી આપને ખૂબ લાભ થશે. પરંતુ ધ્યાનમાં રાખજો કે કોઈ અનુભવી વકીલજ આપનો કેસ લડે જેથી ઉચ્ચ અધિકારીઓથી મળેળીમદ્દનો આપ પુરી રીતે ઉપયોગ કરી શકો.

તુલા

જો આપ કોઈ કાનૂની લડાઈ લડી રહ્યા છો તો આપની જીત પાકી છે. કોઈ અનુભવી વકીલની સલાહ લો. ચિંતાની કોઈ વાત નથી કારણકે ઉચ્ચ અધિકારીઓ આપની તરફેણમાં રહેશે. આપે ધીરજ રાખવાની જરૂર છે.

વૃશ્ચિક

કોઈ કાનૂની ફેસલો હવે આપની તરફેણમાં આવશે. હવે આપને પોતાના પ્રયાસોનું ફળ મળી જશે. બધુંજ ઠીક થઈ જશે. પરંતુ આપે પોતાના ગુસ્સાને કાબુમાં રાખવો પડશે. હવે ખુશીઓનો સમય આવી ગયો છે. હવેથી આ કાનૂની મુદ્દો આપને હેરાન નહી કરે.

ધનુ

આજે આખો દિવસ માનસિક શાંતિ રહેશે. આજે કોઈ પણ ચીજની પોતાની શાંતિ ભંગ ન થવા દેશો. કેટલાક લોકો આપને ગુસ્સો અપાવી શકે છે. અથવા પોતાના રસ્તાથી ભટકાવવાનો પ્રયત્ન કરી શકે છે. જે વાત આપના સંબંધિત નથી એમાં બીલ્કુલ ના પડશો. આપ પોતાની સુખશાંતિ એક ઈનામ તરીકે લેજો અને કોઈ પણ પરિસ્થિતિમાં એને ખોશો નહી.

મકર

આજે આપ શારીરિક અને માનસિક બંને પ્રકારે સ્વસ્થ રહેશો. ઘર હોય કે કામકાજનું સ્થળ આપનું આકર્ષક વ્યક્તિત્વ બધાને રિઝાવી દેશે. શારીરિક અને માનસિક આરોગ્યને કારણે આપનું ઉત્પાદન અને ગુણવત્તા બંને વધશે. આપ પુરો પ્રયત્ન કરજો કે આપ સમયસરજ પોતાનું કામ પુરૂં કરી લો.

કુંભ

આજે આપ કોઈ હરિફાઈના મૂડમાં છો. જીંદગીના કેટલાક ક્ષેત્રોને માટે એ ઠીક પણ છે. પરંતુ ધ્યાનમાં રાખજો કે આ વધુ ઉગ્ર ન બનશો ખાસ કરીને પોતાના પરિવાની બાવતમાં. આજે આપે પોતાની ભાવનાઓને સંતુલિત રાખજો.

મીન

આજે આપ કોઈ પણ રીતે કાનૂની મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવી લેશો. આપ કોઈ ઝઘડામાં ફસાઈ જશો એવા સંકેત છે. જો બની શકે તો આ ગંભીર મુદ્દા પર એનો ઉકેલ શાંતિપૂર્વક લાવવાની કોશીશ કરજો.

Post a comment

0 Comments