કપડાની આ દુકાનમાં હરરોજ ગાદલા ઉપર આરામ કરવા માટે આવે છે એક ગાય કારણ જાણીને થઈ જશો તમે પણ હેરાન


એક એવી દુકાન જ્યાં કપડા વેચવામાં આવે છે, જ્યાં ગ્રાહકોની અવરજવર રહે છે, ત્યાં એક ગાય પણ આરામ કરે છે. દુકાનમાં એક એવું ગાદલું લાગેલું છે જ્યાં ગાય જઈને બેસી જાય છે અને દુકાન માલિક અને ગ્રાહક સામાન્ય રૂપથી પોતાનું કામ પણ કરે છે. ખાસ વાત એ છે કે ગાય દરરોજ અહીં આવે છે અને સાંજ પડતાની સાથે જ તે પાછી ચાલી જાય છે. એવામાં લોકો એવું પણ કહે છે કે ગાય દુકાનના નરમ ગાડલા ઉપર આરામ કરવા માટે આવે છે.

આ દુકાનના માલિક છે ઓબૈયા. આ દુકાન મૈદૂગર બજારમાં છે. તેમની આ દુકાન નું નામ છે સાઈરામ. કપડાની દુકાન ના માલિક કહે છે કે તેમના માટે આ ગૌમાતા છે. તે કહે છે કે ગાય કોઈના માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી કર્યા વગર દુકાનમાં આવીને ગાદલા ઉપર બેસી જાય છે. અને ત્યાં આરામથી બેસેલી જ રહે છે.

તે ગાદલા ગ્રાહકોને બેસવા માટે ત્યાં રાખવામાં આવ્યા હતા તે ગાય તે ગાદલા ઉપર આરામથી બેસી જાય છે. બે-ત્રણ કલાક આરામ કર્યા પછી તે દુકાન માંથી નીકળી જાય છે. ખાસ વાત તો એ છે કે તે દુકાનમાં આવ્યા પછી ના તો પેશાબ કરે છે અને ન તો ગોબર કરે છે.

દુકાન માલિકનું કહેવું છે કે આ ગાય છેલ્લા છ મહિનાથી અમારી દુકાન માં આવે છે. શરૂઆતમાં તો અમને એવો અંદાજ હતો કે ગાયને અમારા દુકાનમાં આવવાથી અમારા વ્યવસાયમાં અસર પડશે અને અમે તે ગાયને દુકાનમાંથી ભગાડવાની કોશિશ કરતા હતા. પરંતુ અમે એ વાત ઉપર સમજુતી કરી લીઘી અને અમારી દુકાનમાં કામ કરતા લોકો એ પણ અમારી આ વાતને સમજી આ ગાય દુકાનમાં કોઈને પણ નુકસાન પહોંચાડતી નથી.

તેમનું કહેવું છે કે ગાયના આવ્યા પછી અમારી પ્રસિદ્ધિ આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. તેના કારણે અમારો વ્યવસાયમાં પણ વધારો થયો છે. આ દુકાનમાં આવનારા લોકો ગાયને પૂજા પણ કરે છે ગાયનો આશીર્વાદ પણ લે છે અને પવિત્ર અવસર પર તેમને કપડાં પણ ચઢાવે છે.

દુકાન માલિક ની પત્ની અને તેમના પડોશી દરરોજ આ ગાય માતાની પૂજા પણ કરે છે. એક સ્થાનીય વ્યક્તિ મનોહર નું કહેવું છે કે એમ તો આ બજારમાં ઘણી દુકાનો છે પરંતુ ગાય ફક્ત સાયરામ કપડાની દુકાનમાં જ આવીને બેસે છે કે દુકાનદાર ખૂબ જ ભાગ્યશાળી છે.

Post a comment

0 Comments