કમ્પ્યુટર અને ટીવી પણ છે આ રીક્ષા માં, ફિલ્મી સ્ટાર પણ સફર કરે છે


મુંબઈ ના એક ઓટોરિક્ષા આ દિવસોમાં ખૂબ જ ચર્ચા નો વિષય બની છે. તેને લક્ઝરી ઓટો નામ આપવામાં આવી રહ્યું છે. આ ઓટો ચાલક પોતાના પેસેન્જરને કોઈ મુશ્કેલી ન થાય એટલા માટે બધી જ સુવિધા આપવા માંગે છે.


સત્યવાન ગીતે નામનો એક ઓટોરિક્ષા ચાલક એ યાત્રીઓને આરામદાયક સવારી આપવા માટે રીક્ષા ની અંદર વોશબેસિન, મોબાઇલ ફોન ચાર્જિંગ પોઇન્ટ્સ અને પ્લાન્ટથી લઈને કમ્પ્યુટર સુધીની સુવિધા આપે છે.


આ રીક્ષા મુંબઈની પહેલી હોમ સિસ્ટમ ઓટોરિક્ષા માનવામાં આવી રહી છે. રીક્ષા ની અંદર ખુબ સરસ છોડ પણ લગાવવામાં આવ્યા છે. આ રીક્ષા એ મુંબઈના યાત્રીઓને હેરાન કરી દીધા। જે અભિનેત્રી ટ્વિંકલ ખન્ના એ પણ એક ફોટો પોસ્ટ શેર કરીને ચાલક ના વખાણ કર્યા છે.


અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ ટ્વિટ કર્યું કે મુંબઈ નો આ જુગાડ ઓટો રીક્ષા ખુબ જ સરસ ઉદાહરણ છે.


એટલું જ નહીં ઓટો ચાલક સત્યવાન એક કિલોમીટરની યાત્રા કરવાવાળા વૃદ્ધો પાસેથી કોઇપણ ભાડું લેતો નથી.


સત્યવાને કહ્યું કે ઓટો રીક્ષામાં સ્માર્ટ ફોન ચાર્જિંગ, હેન્ડ વોચ, પ્યોરિફાય પાણી વગેરે છે. તેમણે કહ્યું કે હું યાત્રીઓને ખૂબ જ સારી સેવાઓ પ્રદાન કરવા માંગું છું એટલા માટે આ બધું કર્યું છે.


આ રીક્ષા વિશે લોકોએ ત્યારે જાણ્યું જ્યારે ટ્વિંકલ ખન્નાએ સૌથી પહેલા સોશિયલ મીડિયા ઉપર તેમની તસવીર પોસ્ટ કરી. ત્યારબાદ તો આ તસવીર વાયરલ થઈ ગઈ અને લોકો સત્યવાન ગીતે ને મળવા આવ્યા પરંતુ સત્યવાન તેમની આ રીક્ષા ની ખૂબ જ સાર સંભાળ રાખે છે.


ગીતે યે પોતાની રિક્ષા ને ઘર જેવું આનંદ આપવાનું કામ કર્યું છે. તેમણે રિક્ષાને ખુબ જ સરસ રીતે મોડીફાઇ કરી છે.


સત્યવાન કહે છે કે તે સિનિયર સિટીઝન ને જ્યારે યાત્રા કરાવે છે ત્યારે તેમને ખૂબ જ ખુશી મળે છે તે આ બધી સુવિધાઓ માટે યાત્રીઓ પાસે કોઈ અલગ ચાર્જ લેતા નથી.


દિલચસ્પ વાત તો એ છે કે સત્યવાન ને જોવા માટે બીજા રિક્ષાચાલકો પણ પહોંચી રહ્યા છે અને તેમને પણ આવું જ કરવાની પ્રેરણા મળી રહી છે.


સત્યવાને રીક્ષા ની અંદર સાફ-સફાઈની સુવિધા કરેલી છે અને ટીશ્યુ પેપર સુધીની વ્યવસ્થા કરેલી છે. સત્યવાન ગીતે અને તેમની લક્ઝરી ઓટો ની તસવીર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

Post a comment

0 Comments