ચંદ્ર ઉપર રાત હોય છે બહુ જ ખતરનાક થોડીક સેકન્ડ પણ ના રહી શકો જીવિત કારણ જાણીને તમે પણ ચોંકી જશો


ચાંદ ને લઈને ઘણા પ્રકારના રહસ્ય હજી સુધી ખુલ્યા નથી. જાપાનની એક ફિલ્મમાં દેખાડવામાં આવ્યું કે 1999 સુધીમાં મનુષ્ય ચાંદ ઉપર કોલોની બનાવીને રહેવાનું શરુ કરી દેશે. પરંતુ અત્યાર સુધી એવું કંઈ નથી થયું અને લગભગ થશે પણ નહીં કેમકે, ચાંદ ઉપર ૧૫ દિવસ લાંબી રાત હોય છે અને ૧૫ દિવસ બરાબર દિવસ હોય છે. એટલે કે ચાંદ ઉપર એક દિવસ પૃથ્વી ના લગભગ 28 દિવસ બરાબર થાય છે. ધરતી અને ચાંદ ના તાપમાન માં ખૂબ જ અંતર છે.

ચાંદના ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં હોય છે ખૂબ જ મોટું અંતર

એવું કહેવામાં આવે છે કે ચાંદના ઉત્તર અને દક્ષિણ ધ્રુવના નેચર માં ખૂબ જ વધુ અંતર હોય છે. બંને જગ્યા ઉપર રાતમાં તાપમાનમાં ખૂબ જ અંતર રહે છે. જ્યારે ચાંદ પોતાની કક્ષા માં 360 ડિગ્રી ફરે છે ત્યારે પૃથ્વીની પરિક્રમા કરે છે ત્યારે તેને 27.32 દિવસ લાગે છે. આ દરમિયાન ચંદ્ર નો એક હિસ્સો ઘણા સમય સુધી પૃથ્વી તરફ હોય છે એવું બીજા ભાગમાં પણ જોવા મળે છે.

રાત્રે ઓછું થઈ જાય છે તાપમાન

પૃથ્વી ઉપર એક દિવસ ૨૪ કલાકનો હોય છે. જેમાં 12 કલાક દિવસ અને 12 કલાક રાત હોય છે. પરંતુ ચંદ્ર ઉપર 14 દિવસ નો દિવસ અને 14 દિવસની રાત હોય છે. ચાંદ ઉપર રાતે તાપમાન લગાતાર ઓછું થતું રહે છે અને દિવસમાં ખૂબ જ વધતું જાય છે. પૃથ્વીનું કોઈ પણ મનુષ્ય આ હાલતમાં લગભગ જ ત્યાં રહી શકે છે.

રાત્રે ઠંડી હોવાની સાથે બરફ પણ થાય છે

વૈજ્ઞાનિકના પ્રમાણે ચંદ્ર ના દક્ષીણ ધ્રુવ ઉપર તાપમાન દિવસમાં વધુ ગરમ થતું નથી પરંતુ રાતમાં ખૂબ જ ઠંડી રહે છે. બધી જ બાજુ એ બરફ જામવા લાગે છે સમય પસાર થતા ની સાથેજ અહીં તાપમાન -200 થી પણ ઓછું થઈ જાય છે. પરંતુ આ વિસ્તારમાં પાણી મળવાની પણ સંભાવના છે.

ચંદ્ર ઉપર કેમ નથી હોતી ઋતુ

પરિક્રમા દરમ્યાન ચંદ્ર પોતાની ધરી ઉપર ફક્ત 1.54 ડિગ્રી ત્રાસુ હોય છે. જ્યારે પૃથ્વી 23. ૪૪ ડિગ્રી સુધી હોય છે. આ કારણે બે વાતો હોઈ છે એક કે ચંદ્ર ઉપર પૃથ્વી ની જેમ ઋતુઓ નથી બદલતી અને બીજી વાત એ કે ચંદ્રની ધરતી પર એવા ઘણા વિસ્તાર છે જ્યાં ક્યારેય સૂરજના પ્રકાશ ના કિરણો પહોંચી શકતા નથી.

Post a comment

0 Comments