Bsnl ના ગ્રાહકો માટે નવી ભેટ પાંચ મિનિટ સુધી વાત કરવા પર મળશે આટલા પૈસા


ટેલિકોમ સેક્ટરની બધી જ મોટી કંપની લગાતાર ખાસ ઓફર દ્વારા વધુથી વધુ ગ્રાહકો મેં એ પોતાની સાથે જોડવાની કોશિશમાં લાગેલી છે. આ વચ્ચે સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ પોતાના ગ્રાહકો માટે ખૂબ જ ખાસ ઓફર લઈને આવી ગઈ છે.

કંપનીએ મોટું એલાન કર્યું છે કે તે પોતાના યુઝર્સને કોલિંગ માટે પૈસા આપશે. BSNL પોતાના યૂઝર્સ ને હર પાંચ મિનિટ અથવા તો તેમનાથી વધુ વોઈસ કોલ પર છ પૈસા આપશે. કંપનીએ આ નવા ઓફર સાથે જે પણ bsnl પર પાંચ મિનિટ અથવા તો તેનાથી વધુ ની કોલિંગ કરશે તેમના એકાઉન્ટમાં પૈસા પોતાની જાતે જ જોડાઈ જશે.

ભારત સરકાર ની કંપની બીએસએનએલ એ નિર્ણય એવા સમયમાં લીધો છે જ્યારે હાલમાં જ રિલાયન્સ જિયોએ પોતાનો નવો નિર્ણય લેતા સમયે પોતાના ગ્રાહકો ને એકબીજા નેટવર્ક પર કોલ કરવા પર છ પૈસા પ્રતિ મિનિટ નો ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે.

જીઓ તરફથી લેવાયેલા આ નિર્ણય પછી એરટેલ અને વોડાફોન સહિત બીજી કંપનીઓ આ અવસરે પોતાના ગ્રાહકો થી આયુસી સંબંધિત કોઇપણ ચાર્જ નહીં લેવાનું એલાન કર્યું છે. આ વચ્ચે જ બી.એસ.એન.એલ એ મોટો નિર્ણય લેતા રિલાયન્સ જીઓ ના નિર્ણયને ઊલટો કરીને પોતાના ગ્રાહકોને કોલિંગ માટે પૈસા દેવાનું એલાન કર્યું છે.

Bsnl એ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપતા એલાન કર્યું છે કે હર પાંચ મિનિટ અથવા તો તેનાથી વધુ વોઈસ કોલ પર કંપની તરફથી તેમને છ પૈસા આપવામાં આવશે. આ પૈસા તેમની જાતે જ યુઝરના કાઉન્ટમાં એડ થઈ જશે. Bsnl આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે કંપની પહેલાથી જ નુકસાન માં ચાલી રહી છે. બીજી તરફ આઈ.યુ.સી. નો કિસ્સો પણ લગાતાર ચર્ચામાં છે એવામાં માનવામાં આવી રહ્યું છે કે કંપની નો આ નવો નિર્ણય તેમના નવા ગ્રાહકો ના રૂપમાં ફાયદો મળી શકે છે.

Post a comment

0 Comments